
દેવગાણા,તા.22 જૂન 2020,સોમવાર
દસ હજારની વસ્તી ધરાવતા જયોતિગ્રામ યોજના હેઠળના સિહોર તાલુકાના દેવગાણા ગામમાં છેલ્લા બે મહિનાથી વિજળીના ધાંધીયાની ગ્રામજનોમાં વ્યાપક પ્રમાણમાં ફરીયાદો ઉઠવા પામેલ છે.તંત્રની બેદરકારી સામે ગ્રાહકોમાં પ્રબળ કચવાટ વ્યાપેલ છે.
સિહોરના ધુ્રપકાની જયોતિગ્રામ યોજના હેઠળ દેવગાણામાં અગાઉ ૨૪ કલાક વીજપુરવઠો આપવામાં આવતો હતો. જયારે હવે પી.જી.વી.સી.એલ. દ્વારા દિવસ દરમિયાન ૫ થી ૧૦ કલાક લાઈટ અકારણ જતી રહે છે. આ લાઈટ પરત કયારે આવે તે નકકી નથી રહેતુુુ. તંત્રવાહકો દ્વારા ગ્રાહકોને સત્તાવાર રીતે અગાઉથી જાણ કર્યા વગર વીજપુરવઠો ખોરવાયેલો રહેતો હોય ગ્રાહકોને પારાવાર હેરાનગતિ વેઠવી પડે છે. ગત ઉનાળાની ધોમધખતી ગરમીમાં વીજધાંધીયા યથાવત રહેતા ગ્રામજનો વગર મહેનતે પરસેવે રેબઝેબ થતા હતા.
વીજતંત્ર દ્વારા ચોમાસા પુર્વે આવશ્યક મેઈન્ટેનન્સ કરવામાં ન આવ્યુ હોય તેની પોલ ગ્રામજનોમાં ખુલ્લી પડી ગઈ છે. આ ગંભીર બાબતે સિહોર જી.ઈ.બી.ની ઓફિસના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ આ બાબતે સંતોષકારક જવાબ આપવા તૈયાર નથી. ગ્રામ્ય આગેવાનો દ્વારા આ બાબતે સિહોર સહિત ભાવનગર ડિવિઝનલ ઓફિસમાં પણ વખતોવખત રજુઆતો કરાઈ હતી.તેમ છતાં તેનુ કાયમી નિરાકરણ આવેલ નથી.વારંવાર લાઈટ જતી રહેવાથી સિહોર જી.ઈ.બી.ની મેઈન્ટેનન્સ કામગીરીના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે.
સિહોરના ડેપ્યુટી ઈજનેર આ શિરદર્દ સમાન સમસ્યા અંગે વ્યવસ્થિત જવાબ લોકોને આપતા ન હોવાનુ દેવગાણા ગ્રામ પંચાયતના સરપંચએ જણાવી આક્રોશભેર ઉમેર્યુ હતુ કે, જો તંત્ર દ્વારા ટુંક સમયમાં આ રોજીંદી સમસ્યાનો કોઈ ઉકેલ નહિ આવે તો ગ્રામજનોને સિહોર કચેરીએ ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવશે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YYQGAT
No comments:
Post a Comment