આરોપી કોરોના પોઝીટીવ થતા બે પોલીસ કર્મચારી કોરોન્ટાઈન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 22 June 2020

આરોપી કોરોના પોઝીટીવ થતા બે પોલીસ કર્મચારી કોરોન્ટાઈન


ભાવનગર, તા.22 જૂન 2020,સોમવાર

ઘોઘાના ઓદરકા ગામ પાસેથી બે દિવસ પૂર્વે દારૂની બોટલ સાથે ખેડુતવાસનો શખસની અટક કરી પોલીસે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે ટેસ્ટ પોઝીટીવ આવતા શખસના સંપર્કમાં આવેલ બે પોલીસ કોન્સ્ટેબલને હોમકોરન્ટાઈન કરવામાં આવ્યા હતા જ્યારે આજે સવારે ઘોઘા પોલીસ મથકને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. 

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ મથકનો સ્ટાફ બે દિવસ પૂર્વે પેટ્રોલીંગમાં હતો તે વેળાએ ઓદરકાથી પીથલપુરના રોડ પરથી શહેરના ખેડુતવાસ વિસ્તારમાં રૂવાપરી રોડ, મહાકાળી વસાહતમાં રહેતા નીતીન ખોડાભાઈ સોલંકી (ઉ.વ.૨૨)ને અટકાવી તલાસી લેતા તેના કબજામાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતા કબજે લઈ શખસ સામે પ્રોહિબીશન એક્ટ તળે ગુનો દાખલ કરી પોલીસ કોન્ટાઈન કરવામાં આવ્યો હતો. બાદ નિયમ અનુસાર શખસના કોરોના ટેસ્ટ કરાવાયા હતા. જેનો રીપોર્ટ આજે પોઝીટીવ આવતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

દારૂની બોટલ સાથે શખસને ઝડપી લેવાતા ઘોઘા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ નાનભા જાડેજા અને વિશ્વરાજસિંહ અનિરૂધ્ધસિંહ વાઘેલા બન્ને તેના સંપર્કમાં આવ્યા હતા. જેના પગલે બન્નેને હોમ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. જ્યારે બે દિવસ શખસને ઘોઘા પોલીસ મથકના લોકઅપમાં રાખવામાં આવતા આજે ઘોઘા પોલીસ મથકે સેનેટાઈઝ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ત્રણ દિવસ પૂર્વે ભરતનગર પોલીસે છેતરપીંડીના કેસમાં અમદાવાદના શખસની અટકાયત કર્યા બાદ તે કોરોના પોઝીટીવ થતાં પોલીસ મથકને સેનેટાઈઝ કરાવ્યું હતું અને ત્રણ પોલીસ કર્મીને કોરન્ટાઈન કરવામાં આવ્યા હતા આ પૂર્વે ભાલ પંથકમાંથી દિલ્હીથી દારૂ લઈને આવેલ શખસ પોઝીટીવ થતાં અને મહુવાનો આરોપી પોઝીટીવ થતા પોલીસ કર્મીઓ હોમ કોરોન્ટાઈન થયા હતા. 



from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3122a9A

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages