
મુંબઇ,તા.18 જુન, 2020, ગુરુવાર
કોરોનાગ્રસ્ત દરદીઓની સારવાર માટે સૌથી મહત્ત્વની જરૃરિયાત ઓક્સિજનની હોય છે. એટલે ઓક્સિસજનનો પુરવઠો વધારવાના ઇરાદા સાથે પાલિકાએ ૧૪ હોસ્પિટલોમાં પ્રવાહી ઓક્સિજનની જંગી ટાંકીઓ ગોઠવવાનો નિર્ણય કર્યો છે.
મુંબઇની કે. ઇ. એમ., નાયર, સાયન હોસ્પિટલ સહિત ૧૪ હોસ્પિટલો અને જમ્બો સપ્લાય સેન્ટરોમાં મજબૂત ઓટલા બાધી તેની ઉપર લિક્વિડ ઓક્સિજન ટેન્ક ગોઠવવાની કામગીરી શરૃ કરવામાં આવી છે. લગભગ એક અઠવાડિયમાં આ કામગીરી પૂરી થઇ જશે.
કોરોનાના વધતા જતા દરદીઓને લીધે તેમને ઓક્સિજન પૂરો પાડવાની પડકારજનક કામગીરી દરેક હોસ્પિટલો બજાવે છે. પરંતુ પાઇપ દ્વારા અપાતા ઓક્સિજનના પુરવઠામાં ઓછા દબાણ (લો-પ્રેશર)ની કાયમી સમસ્યાનો સામનો કરવો પડે છે. અમુક કિસ્સામાં તો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળવાથી દરદીઓ સિરિયસ પઇ થઇ ગયા હતા.
મહાપાલિકાએ પૂરતા દબાણ સાથે ઓક્સિજનનો અવિરત પુરવઠો આપી શકાય માટે ૧૩ કિલો લીટર લિક્વિડ ઓક્સિજનની ક્ષમતાવાળી ૧૩ ટાંકીઓ તેમજ છ કિલો લીટરની ક્ષમતાવાળી ચાર ટાંકીઓ ગોઠવવાનો નિર્ણય કર્યો છે. આ માટે ગુજરાત અને આંધ્રથી ઓક્સિજનની ટાંકીઓ મગાવવામાં આવી છે.
એડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી. વેલરાયુએ જણાવ્યું હતું કે મોટા ભાગની હોસ્પિટલોમાં ઓક્સિજનની ડિમાન્ડમાં પાંચ ગણો વધારો થયો છે. જયાં વધુમાં વધુ જરૃરિયાત છે ત્યાં ઝડપથી ઓક્સિજનની ટાંકીઓ ગોઠવવાનું કામ અમે શરૃ કરી દીધું છે. હોસ્પિટલો ઉપરાંત મહાપાલિકાએ જે જંગી કોવિડ સેન્ટરો ઉભા કર્યા છે. ત્યાં પણ ઓક્સિજનનો અખંડ પુરવઠો મળતો રહે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AOOlAC
No comments:
Post a Comment