લોકડાઉનમાં અબોલ પશુ-પક્ષીઓને ખોરાક પાણી પુરુ પાડતાં સિવિલ ડિફેન્સના જવાનો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 3 May 2020

લોકડાઉનમાં અબોલ પશુ-પક્ષીઓને ખોરાક પાણી પુરુ પાડતાં સિવિલ ડિફેન્સના જવાનો


ગાંધીનગર, તા. 3 મે 2020, રવિવાર

ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પશુ-પક્ષીઓને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થઇ શકે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કુંડાનું વિતરણ દર વર્ષે કરવામાં આવતું હોય છે. ત્યારે હાલમાં ચાલી રહેલાં લોકડાઉનમાં અબોલ પશુ-પક્ષીઓને પીવાનું પાણી તથા ખોરાક મળી શકે તે માટે વનશ્રી ટ્રસ્ટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સિવિલ ડિફેન્સના જવાનો પણ આ કાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. છેલ્લા રર દિવસથી ડિફેન્સના જવાનો પોલીસ કર્મીઓ તેમજ હોમગાર્ડઝ અને ટ્રાફિકના જવાનો સાથે ફરજ બજાવે છે.

સિવિલ ડિફેન્સ, વનશ્રી ટ્રસ્ટ દ્વારા ૩૦૦થી વધુ લોકોને ખીચડી તેમજ પુરી-થેપલા અને છાસનું વિતરણ કરવાની સાથે સાથે રાશનકીટ આપવામાં આવી છે. તો બીજી તરફ આ બન્ને ગુ્રપના સભ્યો દ્વારા પક્ષી પરબ અને વાંદરા તથા ગાયને ખોરાક પણ પુરો પાડવામાં આવી રહ્યો છે. તો પોલીસ કર્મીઓને એનર્જીડ્રીન્ક અને માસ્કનું પણ વિતરણ કરાયું છે. આમ જવાનો દ્વારા કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓને પીવાના પાણીની તેમજ ખોરાકની સુવિધા મળી શકે તે પ્રકારે નિયમિત આયોજન હાથ ધરવામાં આવે છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wop8Us

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages