
ગાંધીનગર, તા. 3 મે 2020, રવિવાર
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે તે બદલ દંડ વસુલવાની જવાબદારી કોર્પોરેશને પોલીસને સોંપી દીધી છે. આજે પોલીસ દ્વારા શહેરના વિવિધ સેકટરોમાં માસ્ક નહીં પહેરનાર વેપારીઓ અને લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરી શરૂ કરી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.
ગાંધીનગર શહેરમાં અચાનક જ કોરોનાના દર્દીઓ વધવા લાગતાં કોર્પોરેશન વિસ્તારમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં કોર્પોરેશન પાસે મેન પાવરના અભાવે હવે માસ્ક નહીં પહેરવા બદલ દંડની જવાબદારી પોલીસને સોંપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં ઘરની બહાર નીકળનાર દરેક વ્યક્તિએ માસ્ક પહેરવો ફરજિયાત છે. પોલીસ દ્વારા વિવિધ સેકટરોમાં ઓચિંતી તપાસ કરીને માસ્ક નહીં પહેરનાર વ્યક્તિઓ પાસેથી દંડ વસુલવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
સે-રર, ર૪, ર૧, ર૩ અને નવા સેકટરોમાં આજે પોલીસે માસ્ક નહીં પહેરવા બદલ હજાર રૂપિયા ઉપરાંતનો દંડ પણ વસુલ્યો હતો. ગાંધીનગરમાં પ્રવેશવાના માર્ગો ઉપર કોવિડ ચેકપોસ્ટ પણ કાર્યરત કરી દેવામાં આવી છે. જેમાં કર્મચારીઓ ઉપરાંત અન્ય વ્યક્તિઓ કયા કારણથી ગાંધીનગર આવી રહયા છે અને કયા જવાના છે તેની તમામ વિગતો લેવામાં આવી રહી છે. બિનજરૂરી બહાર ફરતાં લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. સેકટરોમાં વેપારીઓ અને લોકો પાસેથી હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b0zkYu
No comments:
Post a Comment