
ભાવનગર,તા.22 મે 2020 શુક્રવાર
રેલવે બોર્ડ દ્વારા ૧લી જૂનથી ૨૦૦ વિશેષ ટ્રેનો દોડાવાની જાહેરાત કરાયા બાદ આજથી ભાવનગર રેલવે મંડળના ચાર સ્ટેશનો પર આ ટ્રેનો માટેના ટિકિટ રિઝર્વેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા છે. રેલવે દ્વારા જે ૨૦૦ ટ્રેન દોડાવામાં આવનાર છે, તેમાં ભાવનગર મંડળની એક પણ ટ્રેનનો સમાવેશ કરાયો નથી.
ભાવનગર મંડળના ભાવનગર રેલવે ટર્મિનસ, પોરબંદર, જૂનાગઢ અને વેરાવળ રેલવે સ્ટેશન પર આજે શુક્રવારથી રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરાયા છે. આ ચારેય સ્ટેશન પરથી મુસાફરો સોમથી શનિ સવારે ૮ થી સાંજના ૬ અને રવિવારે સવારે ૮ થી બપોરના ૨ વાગ્યા સુધી ટ્રેનોની ટિકિટનું બુકિંગ કરાવી શકશે. આરક્ષણ કાઉન્ટર પર આવતા તમામ લોકોને આરોગ્ય સેતુ એપ ફરજીયાત ડાઉનલોડ કરવી પડશે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવવામાં આવી રહ્યું છે.
વધુમાં કોરોના વાયરસની મહામારીને કારણે ૨૨મી માર્ચથી મેલ, એક્સપ્રેસ સહિતની તમામ પેસેન્જર ટ્રેનોને કેન્સલ કરવામાં આવી હતી. કેન્સલ કરાયેલી ટ્રેનોમાં જે મુસાફરોએ રિઝર્વેશન ટિકિટ લીધી હતી. તેમને પૂરેપૂરૂ રિફંડ આપવાની રેલવેએ જાહેરાત કરી રિફંડ માટે ભાવનગર ટર્મિનસ, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર સહિતના ચાર સ્ટેશનો પર ખોલવામાં આવેલા રિઝર્વેશન કાઉન્ટર પર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વ્યવસ્થા ઉભી કરી છે. આ માટે ૨૫મી મેથી સવારે ૮ થી સાંજના ૬ અને રવિવારે સવારે ૮ થી ૨ વાગ્યા સુધીમાં મુસાફરો ઉપરોક્ત ચારેય સ્ટેશન પર સંપર્ક કરી શકે છે. જ્યારે રેલવે બોર્ડના દિશાનિર્દેશ બાદ ભાવનગર મંડળના અન્ય રેલવે સ્ટેશનોને પણ તબક્કાવાર ખોલવામાં આવશે. મુસાફરો પ્રવાસ તારીખના ૬ મહિના સુધીમાં રિફંડ મેળવી શકશે તેમ ભાવનગર રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક વી.કે. ટેલરે જણાવ્યું હતું.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36qhOvS
No comments:
Post a Comment