ભાવનગર જિલ્લામાંથી 1571 પરપ્રાંતિયોએ કરી વતન વાપસી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 22 May 2020

ભાવનગર જિલ્લામાંથી 1571 પરપ્રાંતિયોએ કરી વતન વાપસી


ભાવનગર,તા.22 મે 2020 શુક્રવાર

ભાવનગર જિલ્લામાંથી વધુ ૧૫૭૧ પરપ્રાંતિય શ્રમિકો ટ્રેન મારફત માદરે વતન જવા રવાના થયા છે. ધંધા-રોજગાર ફરી ધમધમતા થયા હોવા છતાં શ્રમિકોની વતન વાપસીનો દૌર જારી રહ્યો છે. ભાવનગર ઉપરાંત પોરબંદર રેલવે સ્ટેશન પરથી પણ શ્રમિકો માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી હતી.

ભાવનગર રેલવે મંડળ દ્વારા ગઈકાલે ગુરૂવારે રાત્રિના બે શ્રમિક ટ્રેન ચલાવવામાં આવી હતી. જેમાં રાત્રે ૯-૩૦ કલાકે ૧૫૭૧ શ્રમિકોને લઈ પ્રથમ ટ્રેન ભાવનગર રેલવે ટર્મિનસથી બાપુધામ, મોતિહારી જવા રવાના થઈ હતી. જ્યારે બીજી ટ્રેન રાત્રે ૧૦-૪૫ કલાકે પોરબંદર રેલવે સ્ટેશનથી ૧૨૦૦ શ્રમિકો સાથે બિહાર શરીફ માટે રવાના થઈ હતી. આ બન્ને ટ્રેનમાં સવાર શ્રમિકોને રેલવેના કર્મચારીઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, ભાવનગર રેલવે મંડળ દ્વારા અત્યાર સુધીમાં ૨૩ શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે.



from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Zvb66I

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages