
ભાવનગર,તા.22 મે 2020 શુક્રવાર
રાણપુર તાલુકાના બુબાવાવ અને ગુંદા ગામે જાહેર જગ્યામાં ટયુબલાઈટના અંજવાળે જુગારની બાજી માંડી જુગાર રમતા ૧૭ શખસોને પોલીસે રોકડ સહીતના મુદામાલ સાથે ઝડપી પાડી લોકઅપ હવાલે કરી દીધા હતા.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર રાણપુર પોલીસ સ્ટાફ ગત રાત્રીના સુમારે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે બુબાવાવ ગામે કાનાકડી શેરીમા જાહેરમાં કેટલાક ઇસમો ગંજીપાના વડે હારજીત નો જુગાર રમે છે જે હકીકત આધારે ત્યાં રેઇડ કરતા જુગાર રમતા દોલુભા ફતુભા પરમાર, સંજય મનજીભાઇ પાનસણીયા, દીલીપ કાનજીભાઇ ઓળકીયા, ધીરૂ ઠાકરશીભાઇ શીયાળ, દાના ડાયાભાઇ શીયાળ, મુકેશ ધીરૂભાઇ પાનસણીયા, હરજી લધુભાઇ ભડાણીયા, દિપક બાબુભાઇ ઓળકીયા (રહે.બુબાવાવ તા.રાણપુર જી.બોટાદ),કુમાર હેમુભાઇ રૂદાતલા (રહે.સમઢીયાળા નં.૧, તા.જી.બોટાદ) ને રોકડ સાથે પકડી પાડયા હતા.
જ્યારે અન્ય બનાવમાં રાત્રીના સમયે રાણપુર પોલીસ સ્ટાફે ખાનગી રાહે હકીકત આઘારે રેઈડ કરી ગુંદા ગામે ગોઘાવાટાના કાચા રસ્તે ગામના છેવાડે લાઇટના અજવાળે જાહેરમાં કેટલાક ઇસમો ગંજીપાના ના પાનાવડે હારજીત નો જુગાર રમતા રાજુ અનકભાઇ ખાચર, મનસુખ અરજણભાઇ રાણવા, જગુ અનકભાઇ ખાચર, વિનુ બીજલભાઇ ઉખરેડીયા, ગોરધન ખીમાભાઇ રાણવા, નાગજી, માધાભાઇ રાણવા, રસીક પ્રેમજીભાઇ ઉખરેડીયા, હરેશ શાંતુભાઇ ખાચર (તમામ રહે.ગુંદા તા.રાણપુર જી.બોટાદ) મળી આવતા પોલીસે તમામને રોકડ સહીતના મુદામાલ સાથે ઝડપી પાડી જુગારધાર-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી સોશીયલ ડીસ્ટન્સ નહીં જાળવવાનો તથા લોકડાઉન ના જાહેરનામા ભંગની અલગથી કાર્યવાહી કરવામાં આવી હતી.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cUiQD6
No comments:
Post a Comment