
ગાંધીનગર, તા. 3 મે 2020, રવિવાર
ભારતીય વાયુ સેના (એરફોર્સ) દ્વારા આજે સમગ્ર દેશમાં અદ્રશ્યમાન એવા કોરોના વાયરસ સામે લડી રહેલાં કોરોના વોરિયર્સનું સન્માન કરવા અને તેમને આદર આપવા માટે આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. એરફોર્સના આ કાર્યને હર્ષભેર ગાંધીનગર સિવિલ હોસ્પિટલના વોરિયર્સનું સન્માન કરવા હાથ હલાવી આ એરફોર્સના જવાનું અભિવાદન કર્યું હતું. સાથે માઉન્ટન બેંડ દ્વારા પરફોર્મન્સમાં દેશ ભઓક્તિની ધૂનો દ્વારા કોરોના વોરિયર્સને સલામી આપવામાં આવી હતી.
અત્યારે કોરોનાની મહામારીના સમયમાં ફ્રન્ટ લાઇન કામ કરતાં કોરોના વોરિયર્સની સખત કામગીરીની ચારેબાજુથી પ્રશંસા કરવામાં આવી રહી છે. તો ક્યાંક ક્યાંક દિવસો સુધી હોસ્પિટલમાં ફરજ બજાવીને ઘરે આવતાં નર્સો અને તબીબોને જે તે સોસાયટીના રહિશો વધાવી રહ્યા છે. તેમના આ કાર્યને હરખભેર બિરદાવી પણ રહ્યાં છે.
એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી રહી હતી. ત્યારે સિવિલ ખાતે હાજર સ્ટાફ અને લોકોએ એરફોર્સની આ ઉમદા કામગીરીને હાથના અભિવાદન અને ભારત માતા કી જયના નારા સાથે વધાવી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના સામેના જંગમાં ડોક્ટ૪સ , નર્સ , સફાઇ કામદારો ફ્રન્ટલાઇન વોરિયર્સની જેમ કામ કરી રહ્યા છે. જેમના માનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે એરફોર્સનાં એસયુ-૩૦ નામના ત્રણ ફાઇટર પ્લેન ગાંધીનગર વિધાનસભા ઉપરથી પસાર થયા હતાં.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fpPONk
No comments:
Post a Comment