
ગાંધીનગર, તા. 24 મે 2020, રવિવાર
ગાંધીનગરમાં મોટાભાગના કોરોના પોઝિટિવ દર્દી અમદાવાદ કનેક્શનના કારણે આમે આવ્યા છે. ત્યારે અમદાવાદની તમામ સરકારી લેબોરેટરીમાં સેમ્પલનો ભરાવો થવાના કારણે ત્યાં ટેસ્ટ માટે લાંબુ વેઇટીંગ છે ત્યારે આવા શંકાસ્પદો ઝડપી ટેસ્ટ કરાવવા માટે ગાંધીનગર સિવિલનો સહારો લે છે. તેમાં પણ ગાંધીનગરનું ખોટું સરનામું બતાવવામાં આવે છે. જેના કારણે ભારે અવ્યવસ્થા થવાની સાથે સાથે ગાંધીનગરમાં આ શંકાસ્પદોના આવવાથી સંક્રમણની ભીતી વધી રહી છે.
ગુજરાતના હોટ સ્પોટ એવા અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થવાના પગલે હોસ્પિટલો ફુલ થઇ ગઇ છે તેવી સ્થિતિમાં લેબોરેટરીમાં ટેસ્ટ માટે વેઇટીંગ ચાલી રહ્યું છે ત્યારે ઘણા શંકાસ્પદો છેલ્લા અઠવાડીયાથી ગાંધીનગર સિવિલ આવીને કોરોનાનો ટેસ્ટ કરાવી જાય છે. જેમાંથી અત્યાર સુધી ૧પ જેટલાં પોઝિટિવ દર્દીઓ પણ મળી આવ્યા છે. જેમને પણ ગાંધીનગર સિવિલમાં જ દાખલ કરવા પડે છે.
અમદાવાદના શંકાસ્પદ દર્દીઓ ટેસ્ટીંગના શોર્ટકટ માટે ગાંધીનગર સિવિલનો ઉપયોગ કરી રહ્યાં છે એટલું જ નહીં અહીં દર્દીઓ ગાંધીનગરના ખોટા એડ્રેસ પણ બતાવી રહ્યાં છે. જેના કારણે અહીંથી શહેર અને જિલ્લામાં લીસ્ટ જાય ત્યારે ત્યાં દર્દીઓ મળતાં જ નથી. આવી સ્થિતિમાં ભારે અવ્યવસ્થા ઉભી થઇ છે.ત્યારે હવે સિવિલ સત્તાધીશો દ્વારા તમામ આવા શંકાસ્પદ દર્દીઓના આધારકાર્ડ તપાસશે જેમાં જે એડ્રેસ હશે તે પ્રમાણે જ તેના ટેસ્ટ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. આ શંકાસ્પદોના કારણે ગાંધીનગરમાં પણ કોરોનાના સંક્રમણની દહેશત ઉભી થઇ છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TB9uo6
No comments:
Post a Comment