
ભાટિયા, તા. 24 મે 2020, રવિવાર
ભાટિયા શહેરમાં લોકડાઉન દરમ્યાન છૂટ મળ્યા બાદ પણ હજી સુધી બંધાણીઓને પાન-માવો મેળવવામાં ભારે તકલીફ પડી રહી છે, તો બીજી તરફ ગ્રાહકોનો ધસારો જોતાં દુકાનદારોને પણ નાકે દમ આવી ગયો છે, આવી કપરી પરિસ્થિતિ વચ્ચે અહીંની બજારમાં કંટાળી ગયેલા એક બંધાણીએ પાનમાવો ન મળવાને લીધે ધંધાર્થીને દુકાનમાં પૂરી દેતાં પોલીસે પણ દોડવું પડયું હતું.
ગ્રાહકોની ભીડને જોતાં શટર બંધ કરીને દુકાનદાર અંદર જતો રહ્યો એટલે માલ ન મળતાં ગુસ્સે ભરાયેલા ગ્રાહકે બહારથી તાળું મારી દીધું હતું. છેવટે વેપારીએ ફોન કરીને પોલીસને બોલાવી ત્યારે છેક તે બહાર આવી શક્યો હતો.
શહેરમાં જથ્થાબંધ પાનતમાકુ, બીડી-સિગારેટની દુકાનો પર સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈનો લાગતી જોવા મળે છે. અમુક શખ્સો મૂળ કિંમતે માલ ખરીદીને દુર જઇને કાળા બજાર કરતા હોવાની પણ રાવ ઉઠી છે. તો અમુક ગ્રાહકોને બબ્બે કલાક પછી પણ માલ ન મળતાં વેપારી વિરુદ્ધ પોલીસમાં લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે. પાન-મસાલાની જથ્થાબંધની મોટા ભાગની દુકાનો બંધ જ રહે છે. દિવસ દરમ્યાન અમુક કલાક દુકાન ખોલીને ઓર્ડર પ્રમાણેના માલનું વેચાણ કરી વેપારીએ સંતોષ માનવો પડે છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZC4F1x
No comments:
Post a Comment