
ગાંધીનગર, તા. 24 મે 2020, રવિવાર
ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનું સંક્રમણ ધીમેધીમે વધી રહયું છે અને હાલ ૮૧ કરતાં વધુ કેસો શહેરમાં નોંધાયા છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોન પણ જાહેર કરવામાં આવી રહયા છે. ગાંધીનગર શહેરમાં હાલ સેકટરો કરતાં કન્ટેન્મેન્ટ ઝોન વધી રહયા છે. હાલની સ્થિતિએ સમગ્ર શહેરમાં કોર્પોરેશન અલગ અલગ સેકટરોના ૩૧ જેટલા વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવ્યા છે જેમાં ૯૦૮૭ પરિવારોના ૪૩૯૭૯ લોકોનો સમાવેશ થાય છે.
કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે તમામ તંત્રો કામ કરી રહયા છે. જે વિસ્તારમાંથી કોરોનાનો પોઝિટિવ દર્દી મળી આવે તેની આસપાસના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી ત્યાં આવન-જાવન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવી રહયો છે. બિનજરૂરી રીતે કોઈને પણ બહાર ફરવા દેવામાં આવતા નથી. ત્યારે ગાંધીનગર શહેરમાં જે પ્રકારે કોરોનાના કેસો વધી રહયા છે તેની સાથે કન્ટેન્મેન્ટ ઝોન પણ સતત વધી રહયા છે. શહેરમાં હાલની સ્થિતિએ ૮૧ કરતાં વધુ કેસ નોંધાઈ ચુકયા છે ત્યારે ચાર દિવસ અગાઉ રપ જેટલા કન્ટેન્મેન્ટ ઝોન હતા જે વધીને ગાંધીનગરના ૩૦ સેકટરો કરતાં પણ વધીને ૩૧ થઈ ગયા છે.
જેમાં નવા ઉમેરાયેલા સેકટરો ઉપર નજર કરીએ તો સે-૬/સીનો વિસ્તાર જેમાં ૮૨ પરિવારો, સે-રરના ૭૮ પરિવારો, સે-૩/એમાં ૧૪૪ પરિવારો, સે-૩/ડીના ૬૭ તેમજ સે-૩૦ જીટીએસ છાપરાનો વિસ્તાર અને આજે સે-૧૪ હાઉસીંગ બોર્ડને પણ કન્ટેન્મેન્ટમાં સમાવી ૧૪૪ પરિવારોને આરોગ્ય તંત્રએ નજર હેઠળ મુકી દીધા છે.
ગાંધીનગર શહેરમાં હાલની સ્થિતિએ ૯૦૮૭ પરિવારોના ૪૩૯૭૯ પરિવારો કન્ટેન્મેન્ટ ઝોનમાં છે. જે કન્ટેન્મેન્ટ વિસ્તારમાં કોરોનામાં સપડાયેલા દર્દીને રજા આપ્યાના ર૮ દિવસ સુધી એકપણ કેસ બહાર નહીં આવે તે વિસ્તારને તબક્કાવાર મુકત કરવામાં આવશે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gmfzhK
No comments:
Post a Comment