બ્લેકસ્ટોન, અપોલો, કાર્લાઈલના પ્રાઈવેટ ઈક્વિટી પોર્ટફોલિયોમાં જાન્યુઆરી થી માર્ચમાં ધરખમ ઘટાડો નોંધાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 May 2020

બ્લેકસ્ટોન, અપોલો, કાર્લાઈલના પ્રાઈવેટ ઈક્વિટી પોર્ટફોલિયોમાં જાન્યુઆરી થી માર્ચમાં ધરખમ ઘટાડો નોંધાયો


મુંબઈ તા. 2 મે 2020, શનિવાર

કોરોના મહામારીના કારણે બજારો અને અર્થતંત્રોમાં પડેલા ભંગાણમાં વૈશ્વિક પ્રાઈવેટ ઈક્વિટી જાયન્ટ બ્લેકસ્ટોન, અપોલો ગ્લોબલ મેનેજમેન્ટ અને ધ કાર્લાઈલ ગુ્રપ દ્વારા તેમના પ્રાઈવેટ ઈક્વિટી પોર્ટફોલિયોના મૂલ્યમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે અને આ કંપનીઓએ તેમના રોકાણોમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. 

આ ત્રણ કંપનીઓના વહીવટ હેઠળ પ્રાઈવેટ ઈક્વિટી, ક્રેડિટ અને રિયલ એસ્ટેટમાં મળીને એક્ત્રિત ધોરણે એક લાખ ડોલરથી વધુ એસેટ્સ છે. અપોલો ગ્લોબલ દ્વારા ૩૧,માર્ચ ૨૦૨૦ના અંતના ત્રિમાસિકમાં તેના પ્રાઈવેટ ઈક્વિટી પોર્ટફોલિયોમાં ૨૧.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. પ્રાઈવેટ ઈક્વિટી ફંડમાં પબ્લિક અને પ્રાઈવેટ પોર્ટફોલિયો કંપની હોલ્ડિંગ્સમાં ઘટાડા સાથે ૨૧.૬ ટકાનો ઘસારો થયો હોવાનું કંપનીના પરિણામના રીપોર્ટમાં જણાવાયું છે. અપોલોના પ્રમુખ ક્રેડિટ બિઝનેસમાં એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ(એયુએમ) હેઠળ ૨૧૦ અબજ ડોલર છે, એના કોર્પોરેટ ક્રેડિટમાં ૮.૧ ટકાનો  અને સ્ટ્રકચર્ડ ક્રેડિટ સ્ટ્રેટેજીસમાં ૧૪.૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. 

કંપનીની કુલ એયુએમ ૩૧,માર્ચના અંતે પાંચ ટકા ઘટીને ૩૧૫.૫ અબજ ડોલર રહી છે. ગત સપ્તાહમાં બ્લેકસ્ટોન જે વિશ્વની સૌથી મોટી અલ્ટરનેટીવ એસેટ મેનેજર છે, એના પ્રાઈવેટ ઈક્વિટી પોર્ટફોલિયોના મૂલ્યમાં ૨૧.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. જે ખાસ એનજીૅ ક્ષેત્રના રોકાણમાં નોંધાયો છે. માર્ચ અંતના ત્રિમાસિકમાં બ્લેકસ્ટોનની સૌથી ખરાબ કામગીરી નોંધાવનાર રહી છે.

 બ્લેકસ્ટોનના વહીવટ હેઠળની અસ્કયામતો-એસેટ અન્ડર મેનેજમન્ટ(એયુએમ) ૩૧,ડિસેમ્બર ૨૦૧૯ના અંતના ૫૭૧ અબજ ડોલરની તુલનાએ ઘટીને ૩૧,માર્ચ ૨૦૨૦ના અંતે ૫૩૮ અબજ ડોલર રહી છે. બજારમાં અફડાતફડી ઐતિહાસિક જોવાતા તમામ એસેટ વર્ગના મૂલ્યમાં મોટો ઘટાડો થયો છે. 

વોશિંગ્ટન સ્થિત ધ કાર્લાઈલ ગુ્રપની પીઈ પોર્ટફોલિયોમાં પણ ૮ ટકાનો ઘટાડો નોંધાયો છે, કાર્લાઈલની એયુએમ ત્રણ ટકા ઘટીને ૨૧૭ અબજ ડોલર રહી છે. આઈપીઓ વિલંબમાં પડતાં પરંપરાગત પ્રાઈવેટ ઈક્વિટી એક્ઝિટ અટકી પડી છે અને મર્જર અને અમાલ્ગમેશન પ્રવૃતિ ફરી શરૂ ન થાય અને વિશ્વાસ પુન:પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી વેચાણ પ્રક્રિયા અટકેલી રહેશે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35p5xHK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages