70 ટકા લિસ્ટેડ કંપનીઓએ પગાર ચૂકવવા કેશ રિઝર્વમાંથી નાણાં કાઢવા ફરજ પડશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 May 2020

70 ટકા લિસ્ટેડ કંપનીઓએ પગાર ચૂકવવા કેશ રિઝર્વમાંથી નાણાં કાઢવા ફરજ પડશે


મુંબઈ, તા. 2 મે 2020, શનિવાર

કોવિડ-૧૯ને લગતા લોકડાઉનને કારણે દેશના શેરબજારોમાં લિસ્ટેડ કંપનીઓમાંથી ૭૦ ટકા કંપનીઓને એપ્રિલમાં કોઈ જ આવક થઈ નથી અથવા તો થોડીઘણી આવક થઈ છે, જેને કારણે આ કંપનીઓએ પોતાના કર્મચારીઓ તથા અન્ય ફિક્સડ ખર્ચાની ચૂકવણી માટે કેશ રિઝર્વમાં પડેલા નાણાંનો ઉપયોગ કરવાનો વારો આવશે. 

લિસ્ટેડ કંપનીઓમાંથી ૧૫૬૫ કંપનીઓ એવી છે જે નોન-એસેન્સિયલ શ્રેણીમાં આવતા પ્રોડકટસનું ઉત્પાદન કરે છે માટે તેમના કેશ ફલોસ પર પણ અસર પડી છે. ૩૧મી માર્ચ ૨૦૧૯ના અંતે આ કંપનીઓમાં ૩૦ લાખ જેટલા કર્મચારીઓ સંપૂર્ણ સમયના કર્મચારીઓ હતા, જેમનું મહિનાનું સેલેરી બિલ ગયા નાણાં વર્ષના પ્રથમ ૯ મહિનામાં મહિને સરેરાશ રૂપિયા ૩૧૦૦૦ કરોડ રહ્યું હતું. આ ઉપરાંત આ કંપનીઓનો વ્યાજ પેટેની ચૂકવણીનો માસિક આંક રૂપિયા ૩૩૦૦૦ કરોડ આસપાસ રહ્યો હતો.

એપ્રિલ-ડિસેમ્બર ૨૦૧૯ના ગાળામાં આ ૧૫૬૫ કંપનીઓએ પગાર અને વેતન પેટે કુલ રૂપિયા ૨.૮૨ ટ્રિલિયન અને બોરોઈંગ્સ પર વ્યાજ પેટે કુલ રૂપિયા ૨.૯૬ ટ્રિલિયનની ચૂકવણી કરવાની આવી હતી એમ એક વિશ્લેષણમાં જણાયું છે.

લિસ્ટેડ કંપનીઓમાંથી ૬૩૭ જેટલી અથવા તો ૩૦ ટકા કંપનીઓ એસેન્સિયલ શ્રેણીના માલસામાનનું ઉત્પાદન કરતી કંપનીઓ છે. જેમાં ફૂડ પ્રોસેસિંગ, બેન્કિંગ, ટેલિકોમ, વીમા, ફાર્મા વગેરે ક્ષેત્રનો સમાવેશ થાય છે. આ કંપનીઓને કેશ ફલોસ લોકડાઉનમાં પણ ચાલુ રહ્યો હતો.

નોન-એસેન્સિયલ શ્રેણીમાં આવતા પ્રોડકટસનું ઉત્પાદન કરતી કંપનીઓ એટલે કે ૭૦ ટકા કંપનીઓની આવક લોકડાઉનને કારણે અટકી પડતા તેમની સામે નાણાંભીડનો પ્રશ્ન ઊભો થયો છે અને પગાર તથા અન્ય જરૂરી ખર્ચ કરવા માટે તેમણે પોતાના કેશ રિઝર્વ તથા અન્ય સ્રોતો મારફત નાણાં ઊભા કરવાની ફરજ પડશે.

ઓટો ક્ષેત્ર જેવા કેટલાક ક્ષેત્રોની કંપનીઓના તો એપ્રિલનો વેચાણ આંક શૂન્ય અથવા નહીંવત રહ્યો છે. અમે બહુબહુ તો એપ્રિલનો પગાર ચૂકવી શકીશું અને તે પણ રિઝર્વ કેશનો ઉપયોગ કરીને. પરંતુ સ્થિતિ લાંબી ચાલશે તો અમારી માટે પણ ચૂકવણી કરવાનું મુશકેલ બનશે એમ એક કંપનીના સીઈઓએ જણાવ્યું હતું. 

દેશમાં સૌથી વધુ રોજગાર ગારમેન્ટ તથા ટેકસટાઈલ ક્ષેત્રની કંપનીઓ પૂરો પાડે છે. માર્ચ ૨૦૧૯ના અંતે આ ક્ષેત્રોમાં સંપૂર્ણ સમયના કર્મચારીઓનો આંક પાંચ લાખની આસપાસ રહ્યો હતો. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35p5yeM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages