લોકડાઉનના અમલના પગલે તમામ પ્રવૃત્તિઓ ખોરવાઈ જતા ઈંધણની માંગમાં 92 ટકા સુધીનો ઘટાડો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 May 2020

લોકડાઉનના અમલના પગલે તમામ પ્રવૃત્તિઓ ખોરવાઈ જતા ઈંધણની માંગમાં 92 ટકા સુધીનો ઘટાડો


નવી દિલ્હી, તા. 2 મે 2020, શનિવાર

દેશભરમાં અમલી બનેલ લોકડાઉનના આકરા અમલના પગલે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ ઠપ થઈ જવાના કારણે વિતેલા એપ્રિલ મહિનામાં ઈંધણની માંગમાં ૯૨ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જો કે એપ્રિલના અંતિમ તબક્કામાં લોકડાઉનમાં કેટલીક છુટછાટ અપાતા પ્રતિકૂળ સ્થિતિમાં થોડી રાહત જોવા મળી હતી.

એપ્રિલમાં જેટ ફ્યુઅલની માંગમાં ૯૨, પેટ્રોલમાં ૬૧ અને ડીઝલમાં ૫૭ ટકાનો ઘટાડો જ્યારે એલપીજીની માંગ ૧૨ ટકા વધી

લોકડાઉનના આકરા અમલના પગલે ધંધા રોજગાર, ઉદ્યોગો, બજારો બંધ રહેવાની બીજીતરફ લોકો પણ ઘરમાં જ રહેવાના કારણે ઈંધણની માંગમાં મોટાપાયે ઘટાડો નોંધાયો હતો. જો કે તા. ૨૦ એપ્રિલ પછી લોકડાઉનમાં કેટલીક છુટછાટો જાહેર કરવામાં આવતા થોડી રાહત જોવા મળી હતી.

એપ્રિલ મહિનાના પ્રથમ ૨૦ દિવસ દરમિયાન પેટ્રોલની માંગમાં ૬૪ ટકાનું ગાબડું નોંધાયું હતું. 

પરંતુ અંતિમ તબક્કામાં કેટલીક છુટછાટો અપાતા આ ઘટાડો ૬૧ ટકા સુધી સીમિત રહ્યોં હતો. આ સમય ડીઝલની માંગમાં પણ ૬૧ ટકાનો ઘટાડો થયા બાદ અંતે તે ૫૬.૫ ટકા રહ્યો હતો.

લોકડાઉનના કારણે તમામ  રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો રદ થવાના કારણે જેટ ફ્યુઅલની માંગમાં પણ ૯૪ ટકાનું ગાબડું નોંધાયા બાદ કેટલીક છુટછાટોના પગલે અંતે તેમાં ૯૧.૫૦ ટકા સુધી સીમિત રહ્યો હતો.

જો કે રાંધણ ગેસની માંગનું  સમગ્ર ચિત્ર ઉલટું જોવા મળ્યું હતું. એપ્રિલ મહિનામાં રાંધણ ગેસની માંગમાં ૨૧ ટકાનો વધારો જોવા મળ્યા બાદ માસના અંતે તેમાં ૧૨ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ તાજેતરમાં શરૂ થયેલા મે મહિનામાં આગામી સમય દરમિયાન સરકાર દ્વારા વિવિધ છુટછાટોમાં વધારો થશે જે જોતા મે માસમાં ઈંધણની માંગમાં વધારો થવાની સંભાવના છે.

અત્રે એ નોંધનીય રહેશે કે આ તમામ ડેટા સરકાર હસ્તકની ઓઇલ કંપનીઓના છે. જે દેશની કુલ માગનો ૯૦ ટકા હિસ્સો પૂરો પાડે છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aZtSoO

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages