અમેરિકામાં રિગ્સની સંખ્યા ઘટતા ક્રુડ તેલના ઉત્પાદન પર અસરથી ભાવમાં મકક્મ વૃદ્ધિ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 23 May 2020

અમેરિકામાં રિગ્સની સંખ્યા ઘટતા ક્રુડ તેલના ઉત્પાદન પર અસરથી ભાવમાં મકક્મ વૃદ્ધિ


(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. 23 મે 2020, શનિવાર

શનિવાર નિમિત્તે બંધ રહેલા સ્થાનિક સોનાચાંદી બજારમાં ખાનગીમાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકામાં બેરોજગારીના દાવામાં થયેલા વધારાને કારણે વિશ્વ બજારમાં સોનાચાંદીમાં આવેલા ઉછાળાની અસર ઘરઆંગણે જોવા મળી હતી. વિશ્વભરમાં લોકડાઉન ફરી ખુલી રહ્યા છે અને વિમાની સેવા તથા ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ થઈ રહી હોય વિતેલા સપ્તાહમાં ક્ડ તેલ ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

ઘરઆંગણે ડોલર સામે રૂપિયામાં ખાનગીમાં મજબૂતાઈ જોવા મળી હતી. વર્તમાન વર્ષમાં વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફમાં પણ નોંધપાત્ર ફલોઝ રહ્યો છે.

સ્થાનિક સોનાચાંદી બજારમાં સોનું ૯૯.૫૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગઈકાલે રૂપિયા ૪૬૯૧૧ બંધ રહ્યા હતા તે આજે ખાનગીમાં વધી રૂપિયા ૪૭૨૦૦ બોલાતા હતા. ૯૯.૯૦ ગોલ્ડના ભાવ રૂપિયા ૪૭૧૦૦ પરથી ઊંચકાઈને ખાનગીમાં રૂપિયા ૪૭૩૫૦ બોલાતા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ જે ગઈકાલે એક કિલોના જીએસટી વગરના રૂપિયા ૪૭૦૪૫ બંધ રહ્યા હતા તે આજે ખાનગીમાં ઉછળીને રૂપિયા ૪૭૫૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સપ્તાહ અંતે ગોલ્ડના એક ઔંસના ભાવ ૧૭૩૪.૭૦ ડોલર જ્યારે ચાંદીના ઔંસ દીઠ ૧૭.૨૨ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં છેલ્લા પાંચ મહિનામાં ગોલ્ડ ઈટીએફમાં ૧૬.૮૦ અબજ ડોલરનો ઈન્ફલોઝ જોવાયો છે જેમાં ૧૨ અબજ ડોલરનો ઈન્ફલોઝ એકલા અમેરિકામાં રહ્યો હતો. 

અમેરિકામાં બેરોજગારીના ઊંચા આંક, ચીન અને અમેરિકા વચ્ચે ઘર્ષણ તથા ક્ડમાં તેજીને કારણે ગોલ્ડમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે અન્ય કિંમતી ધાતુ પેલેડિયમ અને પ્લેટિનમના ભાવમાં વળતા પાણી જોવા મળ્યા હતા. સપ્તાહ અંતે પ્લેટિનમના ભાવ પ્રતિ ઔંસ ૮૩૫.૭૦ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ઘટીને ૧૯૬૫ ડોલર રહ્યું હતું. 

ક્રુડ તેલમાં વૃદ્ધિ જળવાઈ રહી છે. વિતેલા સપ્તાહમાં ન્યુયોર્ક ક્ડના ભાવ ૬ ટકા વધી સપ્તાહ અંતે પ્રતિ બેરલ ૩૩.૨૫ ડોલર બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્ડ સપ્તાહમાં ૧૧ ટકા વધી સપ્તાહ અંતે ૩૫ ડોલર પાર કરી ૩૫.૧૫ ડોલર બંધ રહ્યું હતું. અમેરિકામાં રિગ્સની સંખ્યામાં ઘટાડાથી ઉત્પાદન પર અસર તથા લોકડાઉન ખુલી જતા માગ ફરી વધવા સાથે ક્રુડ તેલના ભાવ વધી રહ્યા છે. 

અમેરિકામાં ઓઈલ રિગ્સની સંખ્યા ૨૧ ઘટી ૨૩૭ રહી છે. જે, ૧૧ વર્ષની નીચી સપાટીએ છે. ખાનગીમાં ડોલર ૭૫.૯૬ રૂપિયા પરથી ઘટી ૭૫.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36qz8kt

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages