સેન્સેક્સ 31222 થી 30088 અને નિફટી 9222 થી 8888 વચ્ચે અથડાતાં જોવાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 23 May 2020

સેન્સેક્સ 31222 થી 30088 અને નિફટી 9222 થી 8888 વચ્ચે અથડાતાં જોવાશે


(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 23 મે 2020, શનિવાર

કોરોના મહામારીથી આવી પડેલા મહા આર્થિક સંકટમાંથી દેશને ઊગારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રૂ.૨૦ લાખ કરોડના આર્થિક-સ્ટીમ્યુલસ પેકેજને જાહેર કર્યા સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને પણ દેશમાં પ્રવાહિતાની ખેંચ ઊભી ન થાય એ માટે અને લોનની પરત ચૂકવણીમાં તાત્પુરતી લોકોને રાહત આપવાના લેવાયેલા પગલાં છતાં આ પગલાં અપર્યાપ્ત હોવાનું અને યહ દિલ માંગે મોરની જેમ બજારે ગત સપ્તાહમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરો પાછળ કડાકો બોલાવી નારાજગી બતાવી છે.

અર્થતંત્રને આ મહા સંકટમાંથી બહાર લાવવું અત્યંત કઠીન હોવાનું ખુદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ સ્વિકારીને ભારતની આર્થિક વૃદ્વિ-જીડીપી વૃદ્વિનો ચાલુ નાણાકીય વર્ષ માટેનો અંદાજ નેગેટીવ મૂકી દીધો છે. આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી મૂડીઝ દ્વારા પણ હવે ભારતનો આર્થિક વિકાસ શૂન્ય નહીં માઈનસ જોવાશે એવી આગાહી કરી દઈ આગામી દિવસો નહીં, મહિનાઓ અર્થતંત્ર અને કોર્પોરેટ ઈન્ડિયા માટે અત્યંત પડકારરૂપ બની રહેવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે.

લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી છતાં અર્થતંત્રને પુન:પટરી પર લાવતા લાંબો સમય લાગી જવાના મળી રહેલા સંકેતને જોતાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે ત્રિમાસિક કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીના નબળા જવાની પૂરી શકયતા અને વૈશ્વિક મોરચે વધી રહેલા જીઓપોલિટીકલ ટેન્શને ભારતીય બજારોમાં પણ ઉછાળે સતત આંચકા આવતાં રહેશે. જેથી મે મહિનાના વલણના આગામી અંતિમ સપ્તાહમાં ઉછાળાને અનુસરવામાં સતત સાવચેતી જરૂરી રહેશે.

સોમવારે ઈદ નિમિતે શેર બજારો બંધ રહેશે 

નવા સપ્તાહમાં સોમવારે ૨૫,મે ૨૦૨૦ના રમઝાન ઈદ નિમિતે શેર બજારો બંધ રહેશે. જેથી ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)ના મે વલણના અંતના ચાર ટ્રેડીંગ દિવસના આગામી સપ્તાહમાં ફોરેન ફંડોનું સતત ઓફલોડિંગ અટકશે કે વધતું જોવાશે અને અમેરિકા-ચાઈના ટ્રેડ ટેન્શન સહિત હોંગકોંગ મામલા પર નજર વચ્ચે ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીની શકયતા રહેશે. આ સાથે આગામી સપ્તાહમાં ક્રુડ ઓઈલના વધતાં ભાવ, રૂપિયા-અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ, ચાઈનાના એપ્રિલ ૨૦૨૦ મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિના ૨૭,મે ૨૦૨૦ના જાહેર થનારા આંકડા અને જાપાનના પણ ઔદ્યોગિક ઉત્પાદનના એપ્રિલ ૨૦૨૦ મહિના માટેના ૨૯,મે ૨૦૨૦ના જાહેર થનારા આંકડા પર વિશ્વની નજર રહેશે. જેથી આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૩૧૨૨૨ થી ૩૦૦૮૮ અને નિફટી ૯૨૨૨ થી ૮૮૮૮ વચ્ચે અથડાતાં જોવાય એવી શકયતા રહેશે.

ડાર્ક હોર્સ : બજાજ કન્ઝયુમર કેર લિ.

બીએસઈ(૫૩૩૨૨૯), એનએસઈ(BAJAJCON) લિસ્ટેડ, રૂ.૧ પેઈડ-અપ, સુગર, કન્ઝયુમર ગુડઝ, પાવર જનરેશન અને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ક્ષેત્રે સક્રિય શિશિર બજાજ ગુ્રપની બજાજ કન્ઝયુમર કેર લિમિટેડ(BAJAJ CONSUMER CARE LTD.)(અગાઉનું નામ બજાજ કોર્પ લિ.) હેર ઓઈલ્સ અને અન્ય બ્યુટી પ્રોડક્ટસના ઉત્પાદન અને વેચાણ માટે વર્ષ ૧૯૫૩માં બજાજ સેવાશ્રમ તરીકે કમલનયન બજાજ દ્વારા સ્થાપવામાં આવી હતી. કંપની અત્યારે બજાજ અલ્મોન્ડ ડ્રોપ્સ હેર ઓઈલ, બજાજ બ્રાહ્મી આમલા હેર ઓઈલ, બજાજ આમલા હેર ઓઈલ, બજાજ કૈલાશ પરબત હેર ઓઈલ, બજાજ કોકો જાસ્મિન હેર ઓઈલ અને બજાજ જાસ્મિન હેર ઓઈલ જેવી બ્રાન્ડ્સ સાથે હેર ઓઈલ કેટેગરીમાં અગ્રણી છે. કંપનીની ફ્લેગશીપ બ્રાન્ડ બજાજ આલ્મોન્ડ ડ્રોપ્સ હેર ઓઈલ ભારતીય બજારમાં પ્રીમિયમ સાથે બીજા નંબર સ્થાને છે, જેનો બજારમાં પ્રવેશ-પેનીટ્રેશન નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૭.૬ ટકાથી વધીને ૨૦.૧ ટકા થયું છે અને ઉદ્યોગમાં યુનિટ દીઠ સૌથી ઊંચા ભાવો મેળવતી બ્રાન્ડસમાં એક છે. કંપની તેના ઉત્પાદનોનું ૭૦૦૦થી વધુ સ્ટોકિસ્ટો થકી ૪૦ લાખથી વધુ રીટેલ આઉટલેટ્સમાં વેચાણ કરે છે.

બજાજ કન્ઝયુમર કેર ભારતમાં ૮ મેન્યુફેકચરીંગ ફેકટરીઓ પૈકી પોતાની માલિકીની ત્રણ પૈકી હિમાચલ પ્રદેશમાં એક, ઉત્તરાખંડમાં એક અને ગૌહાટીમાં એક ધરાવે છે. જ્યારે થર્ડ પાર્ટી એકમોમાં હિમાચલ પ્રદેશમાં બે, બરોડામાં એક અને ઉત્તરાખંડમાં બે એકમો ધરાવે છે. કંપનીના મેન્યુફેકચરીંગ એકમો જીએમપી સર્ટિફાઈડ છે. કંપની ૪૫૪થી વધુ કર્મચારીઓ ભારતમાં ધરાવે છે. કંપનીએ અગાઉ નોમાર્કસ બ્રાન્ડને હસ્તગત કરીને સ્કિન કેર કેટેગરીના રૂ.૯૦૦૦ કરોડના માર્કેટમાં ઝંપલાવ્યું હતું. કંપની આ સ્કિન કેર ક્ષેત્રે બજાજ નોમાર્કસ ક્રિમ, બજાજ નોમાર્કસ ફેસ વોશ, બજાજ નોમાર્કસ સ્ક્રબ, બજાજ નોમાર્કસ વેટ ફેસ પેક, સન સ્ક્રિન, નોમાર્કસ શોપ વગેરે બ્રાન્ડનો પોર્ટફોલિયો ધરાવે છે. કંપનીએ તાજેતરમાં જ બજાજ નોમાર્ક હેન્ડ સેનીટાઈઝર નવું ઉત્પાદન રજૂ કર્યું છે. કંપની તેનું આંતરરાષ્ટ્રીય બિઝનેસ અસ્તિત્વ સતત વધારતી રહી અત્યારે તેના ઉત્પાદનોનું સાર્ક દેશો, ગલ્ફ અને મિડલ ઈસ્ટ, એશીયન અને આફ્રિકન દેસોમાં ૩૦થી વધુ દેશોમાં વેચાણ કરે છે. કંપની યુ.એ.ઈ. અને બાંગ્લાદેશમાં તેની રજીસ્ટર્ડ સબસીડિયરી ઓફિસો ધરાવે છે. 

ભારતમાં ૯૩ ટકા હાઉસહોલ્ડ્સ હેર ઓઈલ્સનો ઉપયોગ કરે છે. કુલ બ્રાન્ડેડ હેર ઓઈલ માર્કેટમાં ટોચની ૧૦ હેર ઓઈલ બ્રાન્ડ્સનો હિસ્સો ૭૫.૨ ટકા જેટલો છે. આ મોટા અને ઝડપી વિકસતા  રૂ.૧૩,૬૩૩ કરોડની કેટેગરીમાં છેલ્લા બે વર્ષમાં ૧૧.૧ ટકાથી વધુ સીએજીઆર વૃદ્વિ નોંધાઈ છે.

શેર હોલ્ડિંગ પેર્ટન :

પ્રમોટર્સ હસ્તક ૩૮.૦૪ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૨૧.૩૩ ટકા પૈકી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઈક્વિટી સેવિંગ્સ ફંડ પાસે ૩.૯૪ ટકા, એચડીએફસી ટ્રસ્ટી કંપની પાસે ૧.૨૩ ટકા, રિલાયન્સ કેપિટલ ટ્રસ્ટી કંપની પાસે ૨.૦૬ ટકા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પાસે ૨૮.૦૯ ટકા પૈકી લોઈડ જયોર્જ ઈન્વેસ્ટમેન્ટ કંપની પબ્લિક પાસે ૧.૨૯ ટકા, મેથ્યુ ઈન્ડિયા ફંડ પાસે ૩.૩૭ ટકા, બેયટ્રી ઈન્વેસ્ટમેન્ટ મોરિશિયસ પાસે ૬.૬૯ ટકા, ગોલ્ડમેન સેશ ઈન્ડિયા પાસે ૧.૩૭ ટકા, સ્ટેઈનબર્ગ ઈન્ડિયા ઈમર્જિંગ ઓપોર્ચ્યુનિટી ફંડ પાસે ૧.૪૦ ટકા, સેઈફ ઈન્ડિયા હોલ્ડિંગ્સ પાસે ૧.૬૮ ટકા છે. જ્યારે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપની પાસે ૧.૪૦ ટકા છે. કોર્પોરેટ બોડીઝ પાસે ૧.૮૩ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડી ધારકો પાસે ૭.૦૯ ટકા છે. 

ડિવિડન્ડ :

વર્ષ ૨૦૧૪માં ૬૫૦ ટકા, વર્ષ ૨૦૧૫માં ૧૧૫૦ ટકા, વર્ષ ૨૦૧૬માં ૧૧૫૦ ટકા, વર્ષ ૨૦૧૭માં ૧૧૫૦ ટકા, વર્ષ ૨૦૧૮માં ૧૨૦૦ ટકા, વર્ષ ૨૦૧૯માં ૧૪૦૦ ટકા

ડિવિડન્ડ પે-આઉટ રેશીયો :

માર્ચ ૨૦૧૫માં ૯૫.૫૩ ટકા, માર્ચ ૨૦૧૬માં ૮૩.૮૮ ટકા, માર્ચ ૨૦૧૭માં ૭૫.૧૪ ટકા, માર્ચ ૨૦૧૮માં ૭૯.૩૨ ટકા, માર્ચ ૨૦૧૯માં ૮૮.૭૩ ટકા

બુક વેલ્યુ :

માર્ચ ૨૦૧૫ના રૂ.૩૩.૩૪, માર્ચ ૨૦૧૬ના રૂ.૩૨.૯૨, માર્ચ ૨૦૧૭ના રૂ.૩૪.૦૨, માર્ચ ૨૦૧૮ના રૂ.૩૪.૨૬, માર્ચ ૨૦૧૯ના રૂ.૩૨.૮૯, અપેક્ષિત માર્ચ ૨૦૨૦ના રૂ.૩૮.૫૧

નાણાકીય પરિણામ :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ :

ચોખ્ખી આવક રૂ.૮૩૧.૨૧ કરોડની તુલનાએ વધીને રૂ.૯૦૯.૩૬ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૨૧૬.૨૭ કરોડની તુલનાએ વધીને રૂ.૨૨૬.૧૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૧૪.૬૬ થી વધીને રૂ.૧૫.૩૩ હાંસલ કરી હતી. 

(૨) ત્રીજા ત્રિમાસિક  ઓકટોબર ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯ :

ચોખ્ખી આવક રૂ.૨૨૯.૫૭ કરોડની તુલનાએ ૭.૮૮ ટકા ઘટીને રૂ.૨૧૧.૪૮ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૬૦.૦૯ કરોડની તુલનાએ ૧૬.૬૬ ટકા ઘટીને રૂ.૫૦.૦૮ કરોડ નોંધાવી ત્રિમાસિક શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩.૩૯ હાંસલ કરી હતી.

(૩) પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯ :

ચોખ્ખી આવક રૂ.૬૪૨.૬૮ કરોડની તુલનાએ એક ટકા વધીને રૂ.૬૪૯.૧૨ કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૧૬૫.૫૧ કરોડની તુલનાએ ૦.૩૧ ટકા વધીને રૂ.૧૬૬.૦૩ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક રૂ.૧૧.૨૫ હાંસલ કરી છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૯૬૫.૪૩ કરોડ થકી ચોખ્ખો નફો રૂ.૨૩૫.૬૭ કરોડ મેળવી શેર દીઠ આવક રૂ.૧૫.૯૭ અપેક્ષિત છે. 

(૫)  વેલ્યુએશન : B :

પર્સનલ કેર ઉદ્યોગના સરેરાશ ૬૦ના પી/ઈ સામે કંપની મર્યાદિત રહીને માત્ર ૧૦નો પી/ઈ આપીએ તો પણ શેર રૂ.૧૬૦ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ  મ્. જે શેર અત્યારે એનએસઈ, બીએસઈ પર રૂ.૧૩૧.૪૦ ભાવે અપેક્ષિત ઈપીએસ સામે રૂ.૧૫.૯૭ સામે માત્ર ૮.૨૨ના પી/ઈએ ઉપલબ્ધ છે. 

આમ (૧) બજાજ ગુ્રપની ૩૮ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી (૨) હેર ઓઈલ ક્ષેત્રે અગ્રણી (૩) વર્ષ ૨૦૧૯માં ૧૪૦૦ ટકા ડિવિડન્ડ ચૂકવનાર, ઊંચો ૮૮.૭૩ ટકા ડિવિડન્ડ પે-આઉટ રેશીયો ધરાવતી (૪) મ્યુચ્યુઅલ ફંડો પાસે ૨૧.૩૩ ટકા અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પાસે ૨૮.૦૯ ટકા શેરહોલ્ડિંગ (૫) પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૧૫.૯૭ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૩૮.૫૧ સામે શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૧૩૧.૪૦ ભાવે માત્ર ૮.૨૨ના પી/ઈએ ઉપલબ્ધ છે.

 મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107) 

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે :  ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી :  (૧)લેખક ઉપરોકત કંપનીઓના  શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે.  (૬) ફીડબેક ઈ-મેઈલ : arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે  પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36BGHVT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages