
ગાંધીનગર, તા.02 મે 2020, શનિવાર
લોકડાઉનના પગલે હવે સોપારી અને ગુટકાનો કાળા બજાર શરૂ થઈ ગયો છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા તેની સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. રાંધેજામાંથી સોપારીનો મોટો જથ્થો ઝડપાયા બાદ પેથાપુર પોલીસે મોટી આદરજ પાસેથી ૭૦૦ કિલો સોપારીના જથ્થા સાથે પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા અને ૭.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રાજયમાં હાલ લોકડાઉનની સ્થિતિના કારણે તમાકુના બંધાણીઓની હાલત કફોડી બની ગઈ છે અને તેનો લાભ વેપારીઓ ઉઠાવી રહયા છે. ગુટકા અને પાન મસાલાનો મોટા પાયે કાળાબજાર શરૂ થયો છે જેના પગલે આવી ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવા માટે પોલીસ મથી રહી છે. ગાંધીનગર શહેર નજીક મોટી આદરજ પાસે પેથાપુર પોલીસે બે પીકઅપ ડાલા સાથે પાંચ શખ્સોને પકડયા હતા અને આ ડાલામાં તપાસ કરતાં તેમાંથી દસ બોરીઓમાં ૭૦૦ કિલો જેટલી સોપારી મળી આવી હતી.
છ લાખની કિંમતના બે ડાલા અને ૧.૪૦ લાખની કિંમતની સોપારી મળી કુલ ૭.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાણીપના ભગીરથસિંહ ગોપાલસિંહ રાજપુત, કાળીગામના અનિલકુમાર છોટન યાદવ, જગતપુરાના વિનોદ સોમનાથ પાટીલ, આંબલીયાસણના અજમેરી તૌફીક ઈકબાલ હુસૈન અને મોટી આદરજના આશિષ જેનાજી ઠાકોર સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35BjfYl
No comments:
Post a Comment