
ગાંધીનગર, તા.02 મે 2020, શનિવાર
ગાંધીનગર શહેર અને જિલ્લામાં લોકડાઉનના કડક અમલ માટે પોલીસ મથી રહી છે ત્યારે ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં સોશ્યલ ડીસ્ટેન્સીંગનો ભંગ કરનાર વેપારીઓ તેમજ બિનજરૂરી દુકાનો ખુલ્લી રાખનાર અને ગુટકાનું વેચાણ કરતાં વેપારી સહિત પ૮ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સોસાયટીઓની બહાર ફરતાં લોકો પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન ઝપટે ચઢી ગયા હતા.
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા હાલ લોકડાઉનની સ્થિતિ છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં તેનો ભંગ કરનાર લોકોને પકડવા માટે પોલીસ મથી રહી છે ત્યારે પોલીસે પેટ્રોલીંગ વધારી દીધું છે અને લોકડાઉનનો ભંગ કરનાર લોકોને પકડવા માટે દોડધામ શરૂ કરી છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન વેપારીઓ સહિત પ૮ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં ઘ-૦ પાસે બાઈક ઉપર ડબલ સવારી જતાં વાવોલના જગદીશભાઈ પરસોતમભાઈ પંડયા અને હિરેન સંજયભાઈ વાઘેલા, અડાલજ વડવાળી ચાલી ખાતે ગુટકાનું વેચાણ કરતાં કાળાજી કીલાજી ઠાકોર, સાદરા ગામમાં રેડીમેડની કાપડની દુકાન ખુલ્લી રાખનાર નોતમભાઈ અરવિંદભાઈ મોદી તેમજ આલમપુર ગામે કીરાણા સ્ટોરની દુકાનમાં ગુટકાનું વેચાણ કરતાં માતુલ રણછોડભાઈ પટેલને ૧૦૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
આ ઉપરાંત અડાલજ પાસેથી એક, શેરથા પાસેથી એક, કુડાસણ સરદાર ચોક પાસેથી બે, નભોઈ-રાયસણ પાસેથી બે-બે, ડભોડા-કરાઈ, ઈન્દ્રોડા ગામ, શાહપુર, વડોદરા, સે-રર, સે-ર૧, સે-ર૬, સે-ર, સે-૪, સે-પ, છ-પ સર્કલ વગેરે વિસ્તારોમાંથી મળી બિનજરૂરી બહાર ફરતાં પ૮ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે લોકડાઉન હોવા છતાં ગાંધીનગર જિલ્લામાં જે પ્રકારે કોરોનાનું સંક્રમણ વધી રહયું છે તેના પગલે પોલીસ વધુ કડક બની છે અને ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં ઓચિંતી પહોંચીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WjjuCR
No comments:
Post a Comment