એક જ દિવસમાં નવા 678 દરદી નોંધાતા તેરહજારની નજીક - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 3 May 2020

એક જ દિવસમાં નવા 678 દરદી નોંધાતા તેરહજારની નજીક


- એક જ દિવસમાં નવા ૬૭૮ દરદી નોંધાતા રાજ્યમાં કોરોના ગ્રસ્તની સંખ્યા તેરહજારની નજીક, એટલે કે ૧૨૯૭૪ થયા

- ૨૭ દરદીએ જીવગુમાવતા મરણાંક ૫૪૮ થયો મુંબઇમ  દરદીની સંખ્યા ૮૮૦૦ થઇ છે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 3 મે 2020, રવિવાર

મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનો કેર સતત વધી રહ્યો છે. લોકડાઉન અમલમાં મૂકાયો છતાં કોરોના ખતમ નથી થતાં ઉલ્ટાનું દિનપ્રતિદિન પરિસ્થિતિ વણસી રહી છે. રાજ્ય આરોગ્ય વિભાગ દરદીઓ સાજા થવાના દાવા કરે છે. ત્યારે દરદીની સખ્યામાં તેમજ મૃતકની સંખ્યામા વધારો થઇ રહ્યો છે. આથી એવું લાગી રહ્યું છે કે હજુ પરિસ્થિતિ કાબૂમાં આવે તેવી શક્યતા નહીંવત છે. આજે કોરોનાના નવા ૬૭૮ દરદી નોંધાતા મહારાષ્ટ્રમ  કોરોના ગ્રસ્તોની સંખ્યા વધીને તેર હજારની નજીક એટલે ૧૨,૯૭૪ સુધી પહોંચી ગયો છે. મુંબઇ કોરોના ભરડામાં લપેટાઇ ગયું છે. દિનપ્રતિદિન દરદીઓની સંખ્યા વધતા મુંબઇગરાઓ ચિંતિત થઇ ગયા છે. 

મુંબઇમાં દરદીની સંખ્યા ૮૮૦૦ થઇ છે. આજે રાજ્યમાં ૨૭ દરદીઓએ જીવ ગુમાવતા અત્યાર સુધી મહારાષ્ટ્રમ  કોરોનાગ્રસ્તોની મરણાંક વધીને ૫૪૮ થયો હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગના પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

આ સિવાય આજે ૧૧૫ દરદી સાજા થતાં અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ૨૧૧૫ દરદીઓ સાજા થઇને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે, એમ ટોપેએ જણાવ્યું હતું. આજે રાજ્યમાં મૃત્યુ  પામેલા ૨૭ પૈકી પુરુષ ૧૬, અને મહિલા ૧૧નો સમાવશ થાય છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યામાં મુંબઇમાં ૮૮૦૦, પુણેમાં ૧૩૨૪, થાણેમાં ૫૪૮, નવી મુંબઇમાં ૨૧૬, ભિવંડી-નિઝામપૂરમાં ૨૧, મીરા-ભાઇંદરમાં ૧૪૧, પાલઘરમાં ૪૪, વસઇ વિરારમાં ૧૫૨, રાયગઢમાં ૩૦, પનવેલમાં ૫૫, નાસિકમાં ૫૫, માલેગાંવમાં ૨૨૧, અહમદનગરમાં ૪૩, જળગાંવમાં ૪૬, નંદુરબારમાં ૧૨, પિંપરી- ચિંચવડમાં ૭૨, સોલાપુરમાં ૧૦૯, કોલ્હાપુરમાં ૧૬,  સાંગલીમાં ૨૯, રત્નાગિરિમાં ૧૧, ઔરંગાબાદમાં ૨૪૪, હિંગોલીમાં ૪૨, લાતુરમાં ૧૨, લાતુરમાં ૪૭, અમરાવતીમાં ૩૪, અકોલામ  ૬૨, યવતમાળમાં ૭૯, બુલઢાણામાં ૨૧, નાગપુરમાં ૧૫૨, નાગપુરમાં ૧૫૮ તથા અન્ય રાજ્યના ૨૮ દરદીનો સમાવશ થાય છે, એમ પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

દરમિયાન મુંબઇમ  કોરોનાનો કેર નિયંત્રણમાં આવતો નથી. દિન પ્રતિદિન કોરોનાના દરદીની સંખ્યા વધી રહી છે. આથી મુંબઇગરા સહિતદ સરકાર ચિંતામાં ડૂબી ગઇ છે. આજે કોરોનાના નવા ૪૪૧ દરદી નોંધાયા હતા. આથી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૮૬૧૩ સુધી થઇ છે. જ્યારે ૨૧ દરદીએ જીવગુમાવતા મુંબઇમાં મરણાંક વધીને ૩૪૩ સુધી થયો હોવાની માહિતી મુંબઇ મહાનગર પાલિકાના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. દક્ષા શાહે આપી હતી.

આજે ૧૦૦ દરદી સાજા થતા હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે. આથી  અત્યાર સુધી કોરોનાના સાજા થયેલા ૧૮૦૪ દરદીને હોસ્પિટલથી ઘરે જવા દેવાયા છે. આથી કોરોના દરદી સાજા થતાં હોવાનો દાવો પાલિકા કરી રહી છે. આજે મૃત પામેલા ૨૧ દરદી પૈકી ૧૨ પુરુષ અને ૯ મહિલાનો સમાવેશ થયા છે, એમ ડો. દક્ષા શાહે જણાવ્યું હતું.

ધારાવીમાં એક જ દિવસમાં નવા ૯૪ દરદી નોંધાયા બેના મોત

ધારાવીમાં દિવસે દિવસે કોરાનાના દરદીની સંખ્યા વધી ગઇ છે. આજે એક જ દિવસમાં કોરોનાના નવા ૯૪ દરદી નોંધાતા અત્યાર સુધી ધારાવીમ  કોરોનાગ્રસ્તની સંખ્યા વધીને ૬૯૦ થઇ છે. જ્યારે આજે બે દરદીઓનું મોત ધારાવીમાં મરણાંક ૨૦ થયો હોવાનું પાલિકાના  ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. દક્ષા શાહેએ જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L1FrRz

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages