પાલનપુરમાં વરરાજા સાથે જાનનું સ્વાગત સેનેટાઈઝરના છંટકાવથી કરાયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 May 2020

પાલનપુરમાં વરરાજા સાથે જાનનું સ્વાગત સેનેટાઈઝરના છંટકાવથી કરાયું

પાલનપુર, તા.02 મે 2020, શનિવાર

વૈશ્વિક મહામારી કોરોના વાઈરસને મ્હાત આપવા માટે દેશભરમાં લોકડાઉન અમલી છે. જેને લઈ ચાલુ વર્ષે લગ્નપ્રસંગોને પણ કોરોનાનું ગ્રહણ લાગવા પામ્યું છે. જોકે હાલ લગ્નગાળાનો વૈશાખ માસ ચાલી રહ્યો હોય કેટલાય પરિવારોએ કોરોના પહેા જ લગ્નના મુહૂર્ત જોવડાવીને પ્રસંગને રંગેચંગે ઉજવવાની તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી લીધી હતી. પરંતુ કોરોનાએ દેખા દેતા સરકાર દ્વારા મેળાવડાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેમાં લગ્નપ્રસંગ ઉજવવા માટે શરતોને આધીન મંજુરી અપાઈ રહી છે. જેમાં લોકડાઉન વચ્ચે પાલનપુરમાં એક લગ્ન યોજાયા હતા. શહેરના આબુ હાઈવે પર આવેલ મેઘા બંગ્લોઝમાં વિસનગરથી જાન આવી પહોંચતા અહીં કન્યા પક્ષ દ્વારા જાનનું સ્વાગત સેનેટાઈઝરના છંટકાવથી કરવામાં આવ્યું હતું અને રિકી મહેતા તેમજ પ્રિયંકા પરમાર નામના વરવધુએ માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્ટ જાળવી સપ્તપદીના સાથ ફેરા ફરી પ્રભુતામાં પગલા પાડયા હતા.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3f6yvAy

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages