શાકભાજીના વેપારીઓ સહિત 67 લોકો સામે ગુનો નોંધાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 May 2020

શાકભાજીના વેપારીઓ સહિત 67 લોકો સામે ગુનો નોંધાયો


ગાંધીનગર,તા.01 મે 2020, શુક્રવાર

ગાંધીનગર જિલ્લામાં લોકડાઉનનું કડક પાલન કરાવવા અંતર્ગત પોલીસ પેટ્રોલીંગ કરી રહી છે ત્યારે ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં શાકભાજીના વેપારીઓ દ્વારા સોશ્યલ ડીસ્ટેન્સીંગનું પાલન નહીં કરવા તેમજ બિનજરૂરી બહાર ફરતાં અને જીવન જરૂરીયાતની વસ્તુની દુકાનની આડમાં ગુટકાનો વેપાર કરતાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે કુલ ૬૭ લોકો સામે ગુનો નોંધ્યો હતો. 

ગાંધીનગર જિલ્લામાં લોકડાઉનનું કડક પાલન કરાવવા માટે પોલીસ દ્વારા હાલ પેટ્રોલીંગ કરવાની સાથે વિવિધ વિસ્તારોમાં ફલેગ માર્ચ પણ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પોલીસની ઝપટે શાકભાજીના વેપારીઓની સાથે બિનજરૂરી બહાર ફરતાં લોકો પણ ચઢી રહયા છે. ગાંધીનગરમાં પોલીસે સે-ર૪માંથી શાકભાજીની લારી ચલાવતાં સંજય ગોવિંદભાઈ દંતાણી, વિનોદભાઈ સોમાભાઈ દંતાણી, ભરતભાઈ છગુભાઈ દંતાણી, પ્રવિણભાઈ શંકરભાઈ પ્રજાપતિ, સે-ર૩માં ફ્રુટની લારી ચલાવતાં ભરતભાઈ નટવરભાઈ પટણી, શાકભાજીની લારી ચલાવતાં શીતલબેન ચકાભાઈ દંતાણી, લીલાબેન બળદેવભાઈ દંતાણી સહિત ૧૮ વેપારીઓ સામે માસ્ક નહીં પહેરવા ઉપરાંત સોશ્યલ ડીસ્ટેન્સીંગ નહીં જાળવવા અંગેનો ગુનો નોંધ્યો છે તો રાંધેજામાં પેસેન્જર રીક્ષા લઈને નીકળેલા શૈલેષ કાંતિભાઈ દંતાણી, મોટા ચિલોડામાં ઘરમાંથી ગુટકાનું વેચાણ કરતાં તુષાર નરોત્તમભાઈ પ્રજાપતિ, પેથાપુરમાં દુકાનમાં ગોળી બિસ્કીટની આડમાં તમાકુ વેચતાં હરેશ જયંતિલાલ ઠક્કર અને માલ આપી જનાર દિવ્યાંગ ખુશાલભાઈ ઠક્કર સામે ગુનો નોંધાયો છે.

આ ઉપરાંત વાવોલમાંથી બે, ગ-૩ સર્કલ પાસેથી બે, સે-૧૩માંથી એક, સરગાસણમાંથી એક, સે-૪માંથી છ, સે-રમાંથી એક, સે-૭માંથી ત્રણ, સે-ર૪માંથી એક, રાયસણ ગામમાંથી પાંચ, પેથાપુરમાંથી ચાર, ચ-પ સર્કલ પાસેથી ચાર, સે-ર૬માંથી એક, સે-ર૩માંથી બે, સે-ર૧માંથી એક અને મહુન્દ્રામાંથી ત્રણ, આલમપુરમાંથી ચાર, સાદરામાંથી એક અને ડભોડામાંથી ત્રણ વ્યક્તિઓને પકડી જાહેરનામાં ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. હજુ પણ આ લોકડાઉન માટે પોલીસ કડક કાર્યવાહી કરશે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2z0tSaQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages