
ગાંધીનગર, તા.01 મે 2020, શુક્રવાર
ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થઇ શકે તે માટે શહેર વસાહત મહામંડળ દ્વારા દર વર્ષે પક્ષી પરબનું વિતરણ કરવામાં આવે છે. અરૂણોદય સેવા ટ્રસ્ટ અને વસાહત મહામંડળના સંયુક્ત ઉપક્રમે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે કોરોનાની મહામારીના પગલે ચાલી રહેલાં લોકડાઉનના અગાઉ જ આ પક્ષી પરબો આવી જતાં શક્ય તેટલી જગ્યાએ પહોંચતી કરવામાં આવી છે.
છેલ્લા પંદર વર્ષથી ગાંધીનગર શહેર અને અન્ય વિસ્તારોમાં પક્ષી સૃષ્ટિનું જતન કરવાના ભાગરૂપે વીસ હજાર જેટલી પક્ષી પરબોનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. લોકડાઉન પુર્ણ થયા બાદ જે નગરજનોને આ અભિયાનમાં જોડાવવું હોય તેમને પક્ષી પરબ મેળવવા માટે ચેતનાબેન બુચ સેક્ટર-૨૦, કિશોર જીકાદરા સે-૩૦, ભાનુભાઇ દવે સે-૨/સી, નિસર્ગ બુચ સે-૨૮, જયેશભાઇ ધુ્રવ સે-૫/એ, શંશીકાન્તભાઇ મોઢા સે-૪ અને સુનિલ શાહ સે-૨૬નો સંપર્ક કરવાનું જણાવાયું છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yZcuDe
No comments:
Post a Comment