
કલોલ, તા.02 મે 2020, શનિવાર
કલોલમાં આવેલી ગુજરાત હાઉસીંગ સોસાયટીમાં રહેતા કિન્નરની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. શહેર પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારે એલસીબીએ આરોપીને મોબાઈલ લોકેશનના આધારે પકડી પાડી શહેર પોલીસને સોંપ્યો હતો. જો કે આરોપીના કોરોના ટેસ્ટ બાદ તેની પુછપરછ કરવામાં આવશે.
કલોલ તાલુકા પોલીસ મથકની બાજુમાં આવેલી ગુજરાત હાઉસીંગ સોસાયટીમાં ૪ર વર્ષીય કિન્નર અમિત ઉર્ફે કાળુ માસી બાલ મુકુંદ વર્માની તેના ઘરમાંથી લાશ મળી આવી હતી. અતિશય સડી ગયેલી લાશ હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પ્રાથમિક તબક્કે અકસ્માત મોતની નોંધ કરી હતી. જો કે પોસ્ટમોર્ટમમાં કિન્નરની હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
ત્યારે આ કેસમાં એલસીબીએ આરોપીને મોબાઈલ લોકેશનના આધારે ઝડપી લઈ કલોલ શહેર પોલીસને સોપ્યો હતો. કિન્નરની હત્યા કરનાર અભિમન્યુ રમનેટ ચૌધરી પણ ગુજરાત હાઉસીંગ માં જ રહેતો હતો જો કે કયા કારણોસર આ કિન્નરની હત્યા કરી છે તે વિગતો હજુ બહાર આવી નથી. આરોપીનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે ત્યારબાદ જ તેની પુછપરછ કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YrKRNP
No comments:
Post a Comment