મહેસાણા,તા.22 મે 2020, શુક્રવાર
રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા કરાયેલી લોકડાઉન બાદ ધંધા-રોજગાર બંધ થયા છે. આ ઉપરાંત ખેડૂતોની હાલત પણ કફોડી બની છે. ત્યારે રાજકોટમાં કિશાન કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવા જતા પોલીસ તંત્ર દ્વારા આગેવાનો પર અત્યાચાર ગુજારી મારામારી ગુનો દાખલ કરાયો છે. આ મુદ્દાના કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ મહેસાણા કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર સોંપી જવાબદારો સામે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી છે.
ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલીયા અને કોંગી આગેવાનો રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પહોંચ્યા હતા. ખેડૂતોના પડતર પ્રશ્નો અને લોકડાઉમાં પડેલી મુશ્કેલી બાબતે રજૂઆત કરવા જતા ખેડૂત આગેવાનોને રોકી તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને મારમારી તેમની અટકાયત કરી ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ રાજ્યભરમાં થતા કોંગી કાર્યકરો, આગેવાનોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસે પણ આ ઘટનાને વખોડી કાઢી આ ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારી અને જેના ઈશારે કૃત્ય કરવામાં આવ્યું તેની સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ સાથે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, બેચરાજી ધારાસભ્ય ભરત ઠાકોર, મહેસાણા પાલિકાના નગરસેવકો જયદીપસિંહ ડાભી સહિત કોંગી આગેવાનોએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી કલેક્ટરને આવેદનપત્ર સોંપી રજૂઆત કરી હતી.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Tqwwhp
No comments:
Post a Comment