કચ્છમાં મહત્તમ તાપમાનમાં એક દિવસમાં ૬થી ૮ ડિગ્રીનો વધારો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 27 March 2020

કચ્છમાં મહત્તમ તાપમાનમાં એક દિવસમાં ૬થી ૮ ડિગ્રીનો વધારો

ભુજ, શુક્રવાર

કચ્છ પર પશ્ચિમી રાજસૃથાન પર સર્જાયેલા સાયકલોનિક સર્કયુલેશનની અસર તળે કચ્છમાં બે દિવસ કમોસમી વરસાદ પડયા બાદ ફરી મહત્તમ તાપમાનમાં ૬ થી ૮ ડિગ્રીનો વાધારો નોંધાયો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે.  જિલ્લામાં સર્વત્ર માવઠું થયું હતું. મહત્તમ તાપમાન ઘટી જવા પામ્યું હતું. વાતાવરણમાં ઠડક પ્રસરી ગઈ હતી. પરંતુ આજે જિલ્લા માથક ભુજમાં સવારે સુર્ય પ્રકાશિત વાતાવરણ રહ્યું હતુ. મહત્તમ તાપમાનનો પારો ગઈકાલે ૮ ડિગ્રી જેટલો ઘટયા બાદ ફરી ૮ ડિગ્રી ઉપર ચડતા ૩૨.૨ ડિગ્રી સે. નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન ઘટીને ૧૭.૯ ડિગ્રી સે. રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૦ ટકા અને સાંજે ૨૬ ટકા નોંધાયું છે. પવનની ઝડપ પ્રતિકલાક સરેરાશ ૬ કિમીની અને દિશા ઉત્તરની રહી હતી.  નલિયામાં મહત્તમ તાપમાન ૬ ડિગ્રી વાધીને ૩૧.૪ અને લઘુત્તમ ૧૭.૮ ડિગ્રી રહ્યું છે. કંડલા પોર્ટમાં ૬ ડિગ્રી વાધીને ૩૨.૫ અને લઘુત્તમ ૨૦.૨ ડિગ્રી તાથા કંડલા એરપોર્ટમાં ૭ ડિગ્રી વાધીને ૩૨.૬ અને લઘુત્તમ ૧૮.૬ ડિગ્રી નોંધાયું છે. 



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JnmQ1Q

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages