૩ દિવસમાં કચ્છમાં કોરોનાનો એકપણ શંકાસ્પદ કેસ નહીં! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 27 March 2020

૩ દિવસમાં કચ્છમાં કોરોનાનો એકપણ શંકાસ્પદ કેસ નહીં!

ભુજ, શુક્રવાર 

વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર  દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર  સૃથળોએ  સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું  છે. ત્યારે એ રાહતની બાબત છે કે, છેલ્લા ૩ દિવસમાં એકપણ શંકાસ્પદ કેસ નોંધાયો નાથી. ગઇકાલે  સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુાધીમાં કુલ ૩૪૯૩ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુાધી કુલ ૨૭૧૦૫ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. જેમાંથી અત્યારસુાધી કચ્છમાં ૧૭ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. જેમાં એક  માત્ર ૧ પોઝીટીવ કેસ નોંધાયો છે. જ્યારે ૧ વ્યકિતનો રિપોર્ટ આવવાનો બાકી છે. જયારે ૧૫ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવેલું  છે. કોરોના વાયરસ હેઠળ કચ્છમાં કુલ ૧૬૩૯ લોકોને કવોરોન્ટાઇન કરાયા છે.

પાકિસ્તાનમાંથી પરત આવેલા ભુજના આધેડ દ્વારા હોમ ક્વારન્ટાઈનનો ભંગ

પાકિસ્તાનના પ્રવાસેાથી ભુજ પરત આવેલાં ૫૩ વર્ષના એક આાધેડે ૧૪ દિવસના હોમ ક્વારન્ટાઈનનો ભંગ કરતાં આરોગ્ય તંત્રએ તેની વિરુધૃધ એપિડેમિક ડિસીઝ એક્ટ તળે ફરિયાદ નોંધાવી છે. ભુજના મુસ્તુફાનગર-૧માં રહેતો ૫૩ વષય શેરમામદશા મામદ સૈયદ નામનો આાધેડ શખ્સ પાકિસ્તાનાથી પરત આવ્યા બાદ હોમ ક્વારન્ટાઈન અંતર્ગત ઘરમાં જ રહેવાના બદલે મસ્જિદમાં નમાજ અદા કરવા પહોંચી ગયો હતો ભુજ અર્બન હેલૃથ સેન્ટરના મેડિકલ આફિસર ડાક્ટર જીલ અતુલ મોડેસરાએ શેરમામદશા સામે ભુજ એ ડિવિઝન પોલીસ માથકે ફરિયાદ નોંધાવી છે. શેરમામદશા સૈયદ ગત ૨૦મીના રોજ પાકિસ્તાનના પ્રવાસેાથી ભુજ પરત આવેલ આરોગ્ય તંત્રએ શેરમામદશાને ૧૪ દિવસ ફરજિયાત હોમ ક્વારન્ટાઈનમાં જ રહેવા સૂચના આપી હતી. ઘર બહાર નોટીસ પણ લગાડાઈ હતી. દરમિયાન, રાત્રે મેડિકલ આફિસર સુપરવિઝન કરવા ગયા ત્યારે શેરમામદશાની ઘરમાં ગેરહાજરી જણાઈ હતી. જેાથી મેડિકલ આફિસરે અન્ય અિધકારીઓ અને પોલીસને જાણ કરી હતી. દરમિયાન, પરિવારના અન્ય સદસ્યોએ જાણ કરતાં શેરમામદશા ઘરે પરત આવી ગયા હતા તેઓએ પોતે નમાઝ અદા કરવા મસ્જિદમાં ગયા હોવાનો ખુલાસો કર્યો હતો

મુંબઈથી ચોરી-છુપીથી વાગડમાં ઘુસી આવેલા લોકોની તંત્ર દ્વારા 'દવા' કરાશે

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસએ આંતક મચાવ્યો છે ત્યારે દેશમાં ૫ણ દિવસને દિવસે કોરોના વાયરસના બનાવો વાધી રહ્યા છે. રાજયમાં પણ બનાવો વાધી રહ્યા છે અને કોરોનાના પોઝીટીવ કેસ વચ્ચે કચ્છ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના ગાફેલ ના રહે તે માટે તંત્ર એલર્ટ જાહેર કરી દીધુ છે. આડેસર અને સુરજબારી પાસે સમગ્ર જિલ્લામાં  પ્રવેશબંધી ફરમાવી છે. ત્યારે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર, મુંબઈ,પુના, સુરત સહિતના વિસ્તારમાંથી પંદર હજારાથી વધુ વાગડવાસીઓ માદરે વતન આવી ગયા છે ત્યારે આ લોકોએ સંક્રમણના છે કે કેમ તે અંગે કોઈ પણ પ્રકારની તપાસ કરાવી નાથી.

ત્યારે વાગડના લગભગ ગામોમાં મુંબઈગરા અને અન્ય રાજયોમાંથી આવેલા વાગડવાસીઓ જોવા મળે છે ત્યારે ગામે ગામ જે તે ગામના તલાટીઓ અને વહીવટી તંત્ર. પોલીસ તંત્ર દ્વારા સર્વે હાથ ધરાયો છે અને હવે તંત્ર દ્વારા આવા સંભવીત સંક્રમણમાં આવેલા કોરોના સંક્રમણમાં છે કે કેમ તે અંગે વહીવટી તંત્રએ ગામેગામ ડોર ટુ ડોર પગલા લેવાની તૈયારી કરી રહી છે. રાપર શહેરમાં સવારે નવાથી બાર વાગ્યા સુાધી લોકોને જીવન જરૃરિયાત ચીજવસ્તુ ખરીદી કરવા માટે છુટ આપવામાં આવી હતી. અને ત્યારબાદ પોલીસ તંત્ર અને વહીવટી અિધકારીઓએ સખ્ત રૃખ અપનાવી જડબેસલાક ભંગ બદલ પગલા પણ લીધા હતા. આજે રાપર શહેરના તમામ વિસ્તારોમાં ફોગીંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કર્યો હતો. તમામ વહીવટી અિધકારીઓ અને કર્મચારીઓએ રાપરના તમામ વિસ્તારોમાં કલમ ૧૪૪ના કડક અમલ માટે એલર્ટ જાહેર કરી બંદોબસ્ત જળવાયો હતો. વારંવાર મુખ્ય બજારમાં રખડતા તત્વો સામે કડક પગલા લેવામાં આવ્યા હતા.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QRUAZ7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages