નલિયાના મેડિકલ સ્ટોર્સમાં માસ્ક, દવાઓ અને સેનેટાઈઝરની અછત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 27 March 2020

નલિયાના મેડિકલ સ્ટોર્સમાં માસ્ક, દવાઓ અને સેનેટાઈઝરની અછત

નલિયા, તા.ર૭

કોરોના વાઈરસના કહેરાથી લોકોને બચાવવા તંત્ર એક તરફ ઉંધા માથે થઈને કવાયત કરી રહ્યું છે. બીજી તરફ નલિયા જેવા છેવાડાના ગામની દવાની દુકાનોમાં માસ્ક, સેનેટાઈઝર અને અમુક જરૃરી દવાઓ સહિતની વસ્તુઓનો જથૃથો ખુટી જતા અછત સર્જાઈ છે. મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ જણાવ્યું હતું કે, લોકડાઉનની અમલવારીના કારણે તેઓ અન્ય શહેરોમાં જઈને જથૃથાબંધ એજન્સીઓમાંથી વસ્તુઓ લાવી શકતા નાથી. ત્યારે તંત્ર દ્વારા આ માટે કંઈક વ્યવસૃથા કરવામાં આવે તે જરૃરી બન્યું છે.

કોરોના વાઈરસના સંક્રમણાથી બચવા માટે માસ્ક પહેરવા અને હાથ સાફ રાખવા માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની ભલામણ આરોગ્ય તંત્ર કરી રહ્યું છે. જેના કારણે દવાની દુકાનોમાં આ બંને વસ્તુઓની મોટા પ્રમાણમાં ખરીદી થઈ છે. પરિણામે અબડાસાના તાલુકા માથક નલિયાની દવાની ઘણી દુકાનોમાં આ બંને વસ્તુઓની સાથે લીક્વીડ હેન્ડવોશ તાથા અમુક જરૃરી દવાઓ અને મેડિકલ વસ્તુઓ ખૂટી ગઈ છે. એકાદ સપ્તાહાથી સંચાલકો બીજા સૃથળેાથી જથૃથો મગાવી શક્યા નાથી. વસ્તુઓની ખરીદી માટે આવતા લોકોને પરત જવું પડી રહ્યું છે. સ્ટોર્સ સંચાલકોએ જણાવ્યું હતું કે, ભુજ, મુંદ્રા, માંડવી કે ગાંધીધામની એજન્સીઓમાંથી જથૃથાબંધમાં આવી વસ્તુઓ અત્યાર સુાધી દુકાનોમાં પહોંચતી કરાતી હતી. પરંતુ હાલ લોકડાઉનના કારણે વાહન-વ્યવહાર બંધ હોય નવો જથૃથો મગાવી શકાતો નાથી. આ માટે વહીવટી તંત્ર સમક્ષ પણ મૌખિક રજુઆત કરવામાં આવી છે. તંત્ર દ્વારા એકાદ-બે દિવસમાં પરિવહન માટેની મંજુરી આપવામાં આવે તો દુકાનદારો જરૃરી દવા સહિતની વસ્તુઓ લાવી શકે તેમ છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vXWtfK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages