કંડલા અને મુંદ્રા બંદરોએ કોરોના સામે કામદારોની સલામતી કોરાણે મુકાઈ! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 27 March 2020

કંડલા અને મુંદ્રા બંદરોએ કોરોના સામે કામદારોની સલામતી કોરાણે મુકાઈ!

મુંદ્રા, ગાંધીધામ, તા.ર૭

કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસિૃથતિ જોવા મળી રહી છે. ત્યારે મુંદ્રાના અદાણી પોર્ટમાં સીએસએફ ચાલુ રહેતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. બીજી તરફ કંડલા બંદરે પણ વિદેશાથી આવેલા જહાંજોમાં કર્મચારીઓ સલામતીના કોઈ નિયમોનું પાલન કર્યા વગર કામ કરી રહ્યા હોવાનું બહાર આવતા ચકચાર જાગી છે. અલબત, કર્મચારી સંગઠનો દ્વારા આ બાબતે રજૂઆતો કરાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. કચ્છમાં સલામતીની વાતો કરતું વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ આ મામલે ઉંઘતું ઝડપાયું છે.

જાણવા મળતી વિગતો મુજબ ર૧ તારીખાથી લોકડાઉનની પરિસિૃથતિ જોવા મળી રહી છે પણ પોર્ટ અને ટર્મીનલ સર્વિસ ચાલુ હતા, ર૬ તારીખે જિલ્લા કલેકટર દ્વારા તમામ સીએસએફ એટલે કન્ટેઈનર ફ્રેટ સ્ટેશનને કામ કરવાની પરવાનગી આપી દેવાતા કસ્ટમ બ્રોકરોએ હોબાળો મચાવ્યો હતો અને આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. કસ્ટમ બ્રોકર એસોસિએશનના સચિવ મનોજ કોટકે જણાવ્યુ ંહતું કે, આ નિર્ણયના કારણે અમારા કર્મચારીઓને કામ પર મોકલવાની ફરજ પડશે અને હાલમાં કોરોના વાયરસને લઈને કર્મચારીઓના જીવ પણ જોખમમાં મુકાઈ તેવી પરિસિૃથતિ ઉભી થવા પામી છે. હાલ પોર્ટમાં બેાથી ત્રણ હજાર કર્મચારીઓને કામ કરવા આવવું પડશે જેના કારણે સંક્રમણનો ખતરો તોડાઈ રહ્યો છે. આ બાબતે ઘટતુ કરાય તે ઈચ્છનીય છે. બીજી તરફ દેશના સૌથી મોટા બંદર કંડલા ખાતે પણ આવી રીતે જ મોટી સંખ્યામાં કર્મચારીઓ વિદેશાથી આવેલા જહાંજોમાં કામગીરી કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કર્મચારીઓ માસ્ક કે હેન્ડ સેનેટાઈઝર સહિતની કોઈ વસ્તુઓ વગર જ કામ કરી રહ્યા છે. તાથા મોટી સંખ્યામાં એક જ સૃથળે એકત્ર થઈ રહ્યા છે. વિદેશાથી આવેલા જહાંજો પર કામ કરતા આ કર્મચારીઓ પર આમ પણ કોરોના વાઈરસના સંક્રમણનો ખતરો વાધી જાય છે. તેવી સિૃથતિ વચ્ચે સલામતી વગર કામ કરતા આ કર્મચારીઓ કચ્છ માટે જીવતા બોમ્બ સમાન બની રહ્યા છે. બીજી તરફ કર્મચારીઓના જીવન સાથે પણ ચેડાં થઈ રહ્યા છે. આ મામલે કર્મચારી સંગઠનો દ્વારા રજુઆતો કરાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તંત્ર દ્વારા આવશ્યક સેવાનું કારણ આપીને બંને બંદરોએ કામગીરી ચાલું રાખવાની પરવાનગી આપવામાં આવી છે. કચ્છના વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની આ ઘોર બેદરકારી પ્રજાજનો માટે ઘાતક સાબિત થઈ શકે છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QR6faS

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages