ભુજ,શુક્રવાર
લોકડાઉનની સિૃથતિ વચ્ચે કચ્છમાં અનેક વાડીઓમાં સેંકડો પરપ્રાંતીય કર્મચારીઓ કામ કરે છે જેઓ પગપાળા પોતાના વતન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફ જવા માટે નીકળ્યા હતા જો કે,પશ્ચિમ ક્ચ્છ પોલીસે આવા મજુરોને અટકાવી પરત જે - તે ગામમાં મોકલ્યા હતા એક જ દિવસમાં ૨૮૦ શ્રમિકોને જે -તે ગામમાં મોકલવામાં આવ્યા હતા ઉપરાંત પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે કે આજાથી કોઈ પણ મજૂરોને બહાર જવા દેવામાં આવશે નહિ તમામ વ્યવસૃથા તંત્ર દ્વારા ગોઠવવામાં આવશે.
લોકડાઉનની સિૃથતિમાં ગરીબ અને મજુરવર્ગની હાલત કફોડી થઈ છે ત્યારે પરપ્રાંતીય શ્રમિકોએ ક્ચ્છ મૂકી વતનની વાટ પકડી હતી વાહન ન મળતા શ્રમિકો પોતાના વતન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જવા માટે પગપાળા નીકળ્યા હતા એક તરફ એવી અફવા ફેલાઈ હતી કે,તમે કચ્છમાં રહેશો તો બીમારીથી મરી જશો જેાથી ગઢશીશાની વાડીમાં કામ કરતા પચાસેક શ્રમિકો મધ્યપ્રદેશ જવા નીકળ્યા હતા જો કે,તેઓ ચાલતા ચાલતા ભુજમાં મંગલમ પાસે પહોંચ્યા હતા જેાથી પોલીસ તંત્રએ શ્રમિકોને સમજાવટ કરી પરત ગઢશીશા મોકલ્યા હતા તો મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના ૧૪ જેટલા લેબર ચાલતા ચાલતા નલિયાના કનકપર ગામેાથી મહારાષ્ટ્ર જવા નીકળેલ તેઓને ભુજ ખાતે રોકી ડીવાયએસપી જે.એમ.પંચાલે માર્ગદર્શન આપી જમવાનું આપી સરકારી વાહનમાં તેમની ઈચ્છા અનુસાર પદ્ધર પોલીસ સ્ટેશનના સૈયદપર ગામે વાડીમાં મોકલી આપ્યા હતા દરમિયાન પોલીસવડા સૌરભ તોલંબિયા પેટ્રોલીંગમાં હતા ત્યારે શેખપીર પાસેાથી પણ પગપાળા જતા શ્રમિકોને અટકાવી વ્યવસૃથા ગોઠવવામાં આવી હતી.
સૌરંભ તોલંબિયાએ જણાવ્યું કે,છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૦ મજૂરોને તેમના વતન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જતા અટકાવવામાં આવ્યા છે આજાથી કોઈ પણ મજૂરોને બહાર જવા દેવામાં આવશે નહિ મજૂરોને અટકાવી પોલીસ તેમનાસૃથાને પરત કરી રહી છે જો કોઈ બિલ્ડર કે ફેકટરીના માલિક મજૂરોને તેમના વતન જવા મજબૂર કરશે તો તેમના વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરશે કારખાના માલિકો અને બિલ્ડરોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે ભુજ,મુન્દ્રા, ખાવડા, જીઆઇડીસી, કંપનીઓના મજૂરોને જવા દેવામાં નહિ આવે દરેક તાલુકા માથકોએ સેલ્ટર હોમની વ્યવસૃથા ગોઠવાઈ છે ભુજમાં કુમાર છાત્રાલયમાં વ્યવસૃથા ગોઠવાઈ છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39qS6Hy
No comments:
Post a Comment