ભુજ, શનિવાર
કોરોના વાયરસનું સંક્રમણ થતું અટકાવવા ૨૨ માર્ચના જનતા કફર્યુ બાદ ૨૪ માર્ચાથી લોકડાઉનના કારણે રાજ્યના વિવિાધ વિસ્તારોમાંથી જખૌ બંદરે વરસોથી માછીમારી કરવા આવતા માછીમાર વેપારીઓ અને મજુરો ફસાયા છે. વૈશ્વિક મહામારી કોરોનાના કારણે તકેદારી રૃપે સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ લોકડાઉન કરાતા ગુજરાતમાંથી ગીર, સોમનાથ, વેરાવળ, ઉનાથી જખૌ બંદરે માછીમારી માટે આવતા વેપારીઓ તાથા મજુરો ફસાયા છે. આ અંગે વધુ વિગતે વાત કરતા કચ્છ જીલ્લા માછીમારી એસોસિએશન પ્રમુખ અબ્દુલ્લા પીરજાદાના જણાવ્યા પ્રમાણે જખૌ બંદરે ૩૦૦ થી વધુ વેપારીઓ અને વેપારી દીઠ ૧૦ થી ૧૨ મજુર મળી અંદાજીત ત્રણાથી ચાર હજાર લોકો પોતાના પરિવારાથી વિખુટા થઈ ગયા છે. તેમણે માછીમારના ધંધાર્થીઓ સાથે વાત કરતા જાણવા મળેલી વિગતો મુજબ અંદાજીત ૬૦ થી ૭૦ બોટો જખૌના દરિયાકિનારે ઉભી છે. લોકડાઉન થતા આ વ્યવસાય સાવ ઠપ થવા પામતા આિાર્થક મુશ્કેલી તાથા વેપારીઓના ભરોસે આવેલા ખલાસીઓને ખાવા-પીવાની વ્યવસૃથા પણ કરવી પડે છે. જેાથી બોટમાલિક ઉપર બોજ વાધવા પામતા જો સરકાર દ્વારા માછીમારોને પોતાના વતન પહોંચાડવા વ્યવસૃથા કરવામાં આવે એવી માંગ ધંધાર્થીઓ દ્વારા કરાઈ છે. જેાથી હાલની વિકટ પરિસિૃથતીમાં તેઓ પોતાના પરિવાર સાથે રહી શકે.
બળદીયાના N.R.Iનો રિપોર્ટ નેગેટીવ લખપતની મહિલાની હાલત સુધારા પર
કચ્છમાં કોરોનાનો એક પણ શંકાસ્પદ કેસ આજે નોંધાયો ન હતો. કચ્છ માટે રાહતનો દિવસ રહ્યો હોયતેમ બળદીયાના એન.આર.આઈ.નો રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે. બીજી તરફ લખપતની મહિલાની હાલત પણ સુાધારા ઉપર છે. આજે કચ્છમાં કોરોનાનો એક પણ શંકાસ્પદ કેસ નોંધાયો ન હતો. બીજી તરફ કેલિફોર્નિયાથી આવેલા બળદીયાના વૃધૃધ એનઆરઈનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. કચ્છમાં અત્યાર સુાધી કુલ ૧૭ લોકોના સેમ્પલ મેળવાયા છે. જે પૈકી ૧૬ નેગેટીવ અને ૧ પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે. લખપતની મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલમાં મહિલાની હાલત સુાધારા પર છે અને તેનુ વધુ એક સેમ્પલ લેબમાં મોકલાયુ છે. પરંતુ મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ઈન્ફેકશન સંદર્ભે મેડીકલ ઓફીસરોને વિસ્તૃત જાણકારી માટે રાજકોટની પં.દીનદયાલ ઉપાધ્યાય મેડીકલ કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો.આરતીબેન ત્રિવેદી અને ડો.બ્રિજ ટેલીએ માર્ગદર્શન આપ્યુ હતુ.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UNNENM
No comments:
Post a Comment