ભુજ, શનિવાર
કચ્છમાં એકતરફ કોરોના વાઈરસના પગલે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. તેાથી લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા છે. તો બીજીતરફ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવતા કચ્છમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
ગત ગુરૃવારે કચ્છમાં વરસેલા કમોસમી માવઠાના કારણે અન્ય પાકો સાથે બાગાયતી પાકોને પણ વ્યાપક નુકશાન થતા ધરતીપુત્રોને પડયા પર પાટુ જેવો તાલ સર્જાયો છે. સાંયરા યક્ષના ધરતીપુત્રના કહેવા પ્રમાણે રાયડો, ઘઉં, ઈશબગુલ જેવા પાકો સાથે બાગાયતી પાકોને પણ નુકશાન થયું છે. એક સાંયરા ગામમાં જ મોટાભાગના ખેડૂતો દાડમની ખેતી કરે છે. હાલે કોરોનાના કહેરને નાથવા લોકડાઉનના કારણે દાડમના તૈયાર ૫૦૦ ટન જેટલા તૈયાર માલના સામે વેંચાણ નહિંવત છે. જેાથી આ તૈયાર માલને બચાવવું મુશ્કેલી બન્યું છે. જ્યારે વાવેતર કરાયેલા દાડમના પાકમાં આવેલા ફુલ કમોસમી પવન સાથેના માવઠાના કારણે કારણે ખરી જતા નુકશાનીનો ભય છે. તેમના કહેવા પ્રમાણે ગામમાં અંદાજીત ૪૦૦ થી ૫૦૦ ટન દાડમનું વાવેતર કરાતા કમોસમી વરસાદના કારણે એકલા સાંયરામાં જ ૪ થી ૫ કરોડનું નુકશાન થયું છે. ઉપરાંત તૈયાર માલ અને વાવેતર કરાયેલા પાકને બચાવવા દવા પણ મળવી મુશ્કેલ છે. જેાથી પાક વધુ બગળે છે. તો બીજીતરફ લોકડાઉનના કારણે દરવર્ષે ગુજરાત સહિત દુબઈ-દિલ્હી સહિત થતી નિકાસ અટકી ગઈ છે. દિલ્હીમાં ખાસ દાડમ બજાર ભરાય છે. જેમાં કચ્છના દાડમની માંગ રહે છે પરંતુ કોરોનાના સંક્રમણાથી બચવા રાજ્ય સહિતની સરહદો લોક કરી દવાયા છે. જોકે ભુજમાં જથૃથાબંધ, માર્કેટ શરૃ કરાઈ છે. પરંતુ દરેક ખેડૂતોના માલ વેંચાય એ શક્ય ન હોતા નુકશાની વેઠવાની જ છે.
આમ કોરોના કહેર ના કારણે લોકડાઉન અને ત્યારબાદ કુદરતના કોપ સમાન કમોસમી વરસાદાથી જગતનો તાત ને ભારે નુકશાન થવા પામ્યું છે. સરકાર જો ખેડૂતોને સહાયરૃપ પગલા ભરે એવી માંગ ઉઠે છે. તો માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કેરીની ખેતી કરતા ખેડૂતોના કહેવા પ્રમાણે ચૈત્ર, વૈશાખમાં ગરમી શરૃ થઈ જાય છે જે કોરોના પાકને માફક આવે છે. પરંતુ ગ્લોબલ વોર્મીંગના કારણે વરસેલા માવઠાના કારણે કચ્છી કેસરના પાકને નુકશાન થયું છે. અગાઉ પણ આંબાના ઝાડમાં આવેલા મોરને માવઠાથી નુકશાન થવા પામ્યું હતું. વાતાવરણ ઠંડુ થઈ જતા મોર બળી જવા પામ્યા હતા એન ભારે પવનમાં ૫૦ ટકા જેટલા આંબે આવેલા મોર ખરી પડયા હતા. આમ ૪૦ ટકા જેટલું નુકશાન થતા આ વરસે કેસરકેરીનો ૨૦ થી ૨૫ ટકા માલ રહેવાની સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WQnigY
No comments:
Post a Comment