ભુજ, શનિવાર
કચ્છ જિલ્લામાં કોરોના વાયરસની શક્યતાના પગલે કુલ ૨૧૪૪ લોકોને કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. બહારાથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૫૦૫ જેટલા વ્યકિતઓને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ ૨૧૪૪ માંથી ૨૦૮૮ વ્યકિતોઓને ઘરમાં કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
જિલ્લાની વિવિાધ હોસ્પિટલોમાં ૭૮ જેટલા આઇસોલેશન વોર્ડ છે. જેમાં ટોટલ ૧૭ શંકાસ્પદ વ્યકિતઓમાંથી ૧૫ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ ૨ દર્દી દાખલ છે. જિલ્લામાં કુલ ૧૮૩૪ ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસૃથા છે. જેમાં ૫૬ વ્યકિતઓને કવોરોન્ટાઇન કરાયેલ અને ૨૦ વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે.
કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સૃથળોએ સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુાધીમાં કુલ ૨૧૬૦ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુાધી કુલ ૨૯૨૬૫ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. જેમાંથી ૧૭ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. જેમાં ગઇકાલે ૧ શંકાસ્પદ કેસ હતો જેનો રિપોર્ટ આજે નેગેટીવ આવ્યો છે. હાલમાં ૧ કેસ પોઝીટીવ છે. આમ અત્યાર સુાધીમાં કુલ ૧૬ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. કોરોના વાયરસની તકેદારીના ભાગરૃપે શરૃ કરવામાં આવેલ હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ ૭૨૩ વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના દસ તાલુકામાં સોમવારાથી શરૃ કરાયેલ આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઇને શરદી ખાંસી અને ઉાધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ ૧૫,૪૦,૪૮૮ લોકોનો સર્વે કરાયો છે. જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ ૭૨૩ વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુાધી સમગ્ર કચ્છ જિલ્લામાં ૬૯.૩૮ ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39sqjqq
No comments:
Post a Comment