બાહુબલીના અભિનેતા પ્રભાસે કોરોના સામેના જંગમાં ચાર કરોડની સહાય કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 27 March 2020

બાહુબલીના અભિનેતા પ્રભાસે કોરોના સામેના જંગમાં ચાર કરોડની સહાય કરી


(પ્રતિનિધિ દ્વારા)        મુંબઇ,તા. 27 માર્ચ 2020, શુક્રવાર

ફિલ્મ બાહુબલીથી જાણીતા થયેલા દક્ષિણના અભિનેતા પ્રભાસે કોરોના વાયરસના પ્રકોપ સામે જંગ લડવારૂપિયા ચાર કરોડની આર્થિક સહાય કરી છે. આ જાણકારી તેણે ટેવિટર એકાઉન્ટ દ્વારા આપી છે. 

તેલુગુ સ્ટાર પ્રભાસે કરોના પ્રકોપ સામે લડવા માટે રૂપિયા ચાર કરોડ આપ્યા છે. 

પ્રભાસે ગરુવારે ૨૬ માર્ચના રોજ રૂપિયા ત્રણ કરોડ પ્રધાનમંત્રી રાષ્ટય રાહક કોષમાં અને ૫૦-૫૦ લાખ રૂપિયા આંધ્ર પર્દેશ અને તેલંગણાના મુખ્યમંત્રી રાહત કોષમાં દાન કર્યા છે. 

આ પહેલા પવન કલ્યાણ, ચિંરજીવી, રજનીકાંત અને નિતિન જેવા સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા પર ાર્થિક સહાયની ઘોષણા કરી દીધી છે. પવન કલ્યાણે રૂપિયા ૨ કરોડ, રામચરણે ૭૦ લાખ, ચિરંજીવીએ એક કરોડ, મહેશબાબુએ  એક કરોડ રૂપિયાની આર્થિક સહાય કરી છે.

 જ્યારે બીજી બાજુ બોલીવૂડના લોકપ્રિય અભિનેતા હૃતિક રોશને બૃહદ મુંબઇ નગરપાલિકાના સફાઇ કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માસ્ક ખરીદીને આપ્યા છે. હૃતિકે આ જાણકારી ટ્વિટર પર આપી હતી. 

હૃતિકે ટ્વિટ કર્યું હતું કે, આવા સમયમાં આપણા સમાજ અને શહેરના સફાઇ કર્મચારીઓની સુરક્ષાનું ધ્યાન રાખીને મેં બીએમસીના કાર્યકર્તાઓ અને અન્ય કર્મચારીઓ માટે એન ૯૫ અને એપએફી ૩ માસ્ક ખરીદ્યા છે. આ સાથે અભિનેતાએ મંત્રી આદિત્ય ઠાકરેનો આભારમાન્યો હતો કે મને આ સહાય કરવાની તક આપવા માટે હું તમારો આભાર માનું છું. 

હૃતિકે વધુમાં જણાવ્યું હતું કે આ મહામારી પર રોક લગાડવાના પ્રયાસમાં મહારાષ્ટ્ર સરકારનું સમર્થન કરવાનો મને અવસર આપવા માટે હું આદિત્ય ઠાકરેનો આભારી છું. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33OG0ae

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages