સની દેઓલે આગામી ફિલ્મ ફાઇનલ કરી : પૂર્વ આર્મી ઓફિસર પર આધારિત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 27 March 2020

સની દેઓલે આગામી ફિલ્મ ફાઇનલ કરી : પૂર્વ આર્મી ઓફિસર પર આધારિત


(પ્રતિનિધિ દ્વારા)       મુંબઇ, તા. 27 માર્ચ 2020, શુક્રવાર

સની દેઓલ લાંબા સમય બાદ રૂપેરી પડદે જોવા મળે તેવી શક્યતા છે. કહેવાય છે કે, તેણે એક થ્રિલર ફિલ્મ સાઇન કરી છે જેમાં તે પ્રજ્ઞાાચક્ષુનું પાત્ર ભજવવાનો છે.  સૂત્રોના અનુસાર, સની દેઓલની આગામી ફિલ્મની વાર્તા ભૂતપૂર્વ આર્મી ઓફિસર પર આધારિત છે જે પોતે નેત્રહીન હોય છે, અને યુવકોને ખરાબ માર્ગે ચડેલી વ્યક્તઓથી લડવામાં મદદ કરે છે. આ ફિલ્મ ૨૦૧૬માં રિલીઝ થયેલી ફિલ્મ મોહનલાલની ક્રાઇમ થ્રિલર ઓપ્પમની જેવી જ હશે પરંતુ તેની રીમેક નહીં હોય. ઓપ્પમની વાર્તા એક એવા અંધ વ્યક્તિની હતી જે એક યુવતીને સાઇકો કિલરથી બચાવાના પ્રયાસ કરે છે. 

 સનીની આ ફિલ્મનું દિગ્દર્શન હનુ રાઘવપુડી કરવાનો છે. સનીએ આ પાત્રને ન્યાય આપવા પોતાને ફિઝિકલી ફિટ દાખવવાની તૈયારી શરૂ કરી દીધી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ansmgM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages