ભુજ,શનિવાર
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશમાં ૫ણ દિવસેને દિવસે કોરોનાના પોઝીટીવ કેસના દર્દીઓ વાધી રહ્યા છે. કચ્છમાં પણ આ અંગે તકેદારી રાખવામાં આવી રહી છે. કચ્છના વિવિાધ વિસ્તારોમાં લોકડાઉનની સિૃથતીને મજબુત બનાવી દેવામાં આવી છે ત્યારે વાગડ વિસ્તારમાં પણ લોકડાઉનની સિૃથતી પ્રત્યે વહીવટી અને પોલીસ તંત્ર ગંભીર છે.
વાગડ વિસ્તારના રાપર તાલુકાના ૯૭ ગામો અને ખડીર, ચોબારી, મનફરા, આાધોઈ,રામવાવ સહિતના વિસ્તારમાં મુંબઈ અને અન્ય રાજયોમાં વસવાટ કરતા વાગડ વિસ્તારના લોકો અંદાજ મુજબ વીસાથી પચ્ચીસ હજાર જેટલા આવ્યા છે. જેમાંથી અનેક લોકો કોઈ પણ પ્રકારના ચેકીંગ વગર આવી જતા લોકોમાં આવા પ્રત્યે શંકા રહેતા રાપર પ્રાંત અિધકારી, મામલતદાર, તાલુકા વિકાસ અિધકારી, તાલુકા હેલૃથ ઓફીસર સહિતનાઓ દ્વારા દરેક ગામમાં તલાટી, સરપંચ, આંગણવાડી વર્કર, આશાવર્કર બહેનો પાસે સર્વે કરાવીને આવા વાગડવાસીઓને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
આજે રાપર તાલુકાના પ્રાંથણ અને ખડીર વિસ્તારની મુલાકાત લીધી હતી. તો લગભગ ગામોમાં રખડતા ઢોરો અને પક્ષીઓનો કલરવ સિવાય કોઈ માણસ જોવા મળ્યા ન હતા. જે તે ગામમાં તાલુકા પંચાયત કચેરી રાપર દ્વારા શાકભાજી, કરીયાણા અને જીવન જરૃરી ચીજવસ્તુ વેંચતા બે ત્રણ દુકાનદારોને પાસ આપવામાં આવ્યા હતા. જેાથી, લોકોને મુશ્કેલી ના પડે. રાપર તાલુકામાં વસતા પરપ્રાંતીય મજુરોને વીસ દિવસ ચાલે તેટલી કીટ આપવામાં આવી છે. સામાજીક સંસૃથાઓ દ્વારા પણ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. રખડતા ઢોરોને ઘાસચારો વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
રાપર તાલુકા માથકમાં રોજીંદી ચીજવસ્તુઓ માટે વલખા ના મારવા પડે તે માટે રાપર મામલદાર દ્વારા ૩૫૦ ઈસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં, કરીયાણા, શાકભાજી, મેડીકલ સ્ટોર, દુાધ, હોસ્પીટલ તેમજ દીન દુઃખીની સેવા કરતા વોલીનેટર અને નગરપાલિકાના કામદારોને આપવામાં આવ્યા હતા. તો આજે કરીયાણાની ખરીદી કરી રહ્યા હતા ત્યારે રાપર શહેરમાં તેલ, ખાંડ, ઘઉં, બાજરી, લોટ મસાલાની અછત વર્તાઈ રહી છે. જથૃથાબંધ વેપારીઓનો માલ આવતો નાથી. જો આગામી દિવસોમાં ચીજવસ્તુ અંગે વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલા લેવાય નહિં તો તકલીફ પડશે. જથૃથાબંધ વેપાર કરતા વેપારીઓને માલ સામાન મંગાવવામાં પરમીશન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આજે જાહેરનામા ભંગ બદલ ત્રણ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યા હતા. દસ જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. વાગડ વિસ્તારમાં લોકડાઉનના કડક અમલ માટે તંત્ર દ્વારા પગલા લેવાઈ રહ્યા છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33TjJId
No comments:
Post a Comment