જેલમાં બંધ HDILના પ્રમોટરોએ સુપ્રીમમાંથી જામીન અરજી પરત ખેંચી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 14 February 2020

જેલમાં બંધ HDILના પ્રમોટરોએ સુપ્રીમમાંથી જામીન અરજી પરત ખેંચી


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર

કરોડો રૂપિયાના પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ(પીએંમસી) બેંક કૌભાંડના સંદર્ભમાં જેલમાં બંધ એચડીઆઇએલના પ્રમોટરો રાકેશ વાધવાન અને સારંગ વાધવાને સપ્રીમ કોર્ટમાંથી પોતાની જામીન અરજી પરત ખેંચી લીધી છે. 

મુખ્ય ન્યાયંમૂર્તિ એસ એ બોબડેના નેતૃત્ત્વવાળી ખંડપીઠે વાધવાન વતી હાજર રહેલા વકીલ મુકુલ રોહતગીની એ દલીલ સાથે સંમત થયા ન હતાં જેમાં તેમણે જણાવ્યું હતું કે  સુપ્રીમ કોર્ટે કેસ સૃથગિત કર્યો હોવાથી સૃથાનિક કોર્ટ તેમની જામીન અરજી ધ્યાનમાં લઇ રહી નથી. 

મુખ્ય ન્યાયમૂર્તિ અએસ એ બોબડે ઉપરાંત ન્યાયમૂર્તિ બી આર ગવઇ અને ન્યાયમૂર્તિ સૂર્ય કાંતની બનેલી ખંડપીઠે વાધવાનના વકીલોને જણાવ્યું હતું કે સૃથાનિક કોર્ટનો એ આદેશ ક્યાં છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તે જામીન અરજીની સુનાવણી કરીશું નહીં.

રોહતગીએ ખંડપીઠને જણાવ્યું હતું કે બોમ્બે હાઇકોર્ટે આરોપીઓને મુંબઇની આર્થર રોડ જેલમાંથી તેમના ઘરે શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો પણ સુપ્રીમ કોર્ટે તેના પર સ્ટે મૂકી દીધો હતો અને હવે સૃથાનિક કોર્ટ તેમની જામીન અરજીની સુનાવણી કરવા માટે તૈયાર નથી. જો કે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કોઇ રાહત ન આપતા જેલમાં બંધ એચડીઆઇએલના પ્રમોટરોના વકીલે જામીન અરજી પરત લઇ લેવાનો નિર્ણય કર્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SsafiV

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages