જાન્યુઆરીમાં નિકાસ 1.66 ટકા ઘટીને 25.97 અબજ ડોલર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 14 February 2020

જાન્યુઆરીમાં નિકાસ 1.66 ટકા ઘટીને 25.97 અબજ ડોલર


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર

દેશની નિકાસમા સતત છઠ્ઠા મહિને ઘટાડો થયો છે. જાન્યુઆરીમાં નિકાસ 1.66 ટકા ઘટીને 25.97 અબજ ડોલર રહી હતી તેમ વાણિજય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં આયાત પણ 0,75 ટકા ઘટીને 41.14 અબજ ડોલર રહી છે. જેના કારણે જાન્યુઆરીમાં વેપાર ખાધ 15.17 અબજ ડોલર થઇ હતી.

જાન્યુઆરી, 2019માં વેપાર ખાધ 15.05 અબજ ડોલર હતી. એપ્રિલથી જાન્યુઆરી, 2020 સુધીના ગાળામાં નિકાસ 1.93 ટકા ઘટીને 265.26 અબજ ડોલર રહી છે. જ્યારે નિકાસ 8.12 ટકા ઘટીને 398.53 અબજ ડોલર રહી છે. જ્યારે આ ગાળામાં વેપાર ખાધ 133.27 અબજ ડોલર રહી છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bDFC1M

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages