સુરત, તા. 25, ઓગસ્ટ, 2019, રવિવાર
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોવિંદા દ્વારા મટકી ફોડવામાં આવી હતી. મટકી ફોડતી વખતે પડી જવાથી 10થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઇજા થતા સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.
નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડિંડોલીમાં લક્ષ્મીનગરમાં રહેતા ૨૩ વર્ષીય રાહુલ ઉત્તમ પાટીલ ગઈકાલે મોડી રાત્રે ડિંડોલીના જલારામ નગરમાં મટકીફોડ તી વખતે નીચે પડી જતા માથામાં ઈજા થઈ હતી અને પાંડેસરામાં મરાઠા નગરમાં રહેતો 15 વર્ષીય રાહુલ તુલસી વર્મા ગઈકાલે સાંજે ઘર પાસે મટકી ફોડતા પડી ગયો હતો.
આ સહિત ત્રણ વ્યક્તિને ઇજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઉપરાંત મોટા વરાછામાં સુમન આવા નિવાસમાં રહેતા 35 વર્ષીય જનકભાઈ લક્ષ્મણભાઈ કાપડિયા ગઈ કાલે મોડી રાત્રે ઘર પાસે મટકી ફોડતા પડી ગયા હતા તથા ઉધના વિસ્તારમાં નવા નગરમાં રહેતા 28 વર્ષીય અજય રમણભાઈ દરબાર ગઈકાલે મોડી રાત્રે ઘર પાસે મટકી ફોડતા પડી ગુજરાત થઈ હતી અને બોમ્બે માર્કેટ પાસે ટાંકણી ફળિયામાં રહેતા 35 વર્ષીય પ્રવીણભાઈ બાબરભાઈ પટેલ ગઈકાલે મોડી રાત્રે ઘર પાસે મટકી ફોડતા પડી જતા ઇજા થઇ હતી.
આ સહિત સાત વ્યક્તિઓ નાની મોટી જાત હોવાથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઉપરાંત કેટલાક વ્યક્તિઓ ને નાની મોટી ઈજા થવાથી સારવાર અર્થે પ્રાઈવેટ હોસ્પિટલમાં ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KWZTEl
No comments:
Post a Comment