અનેક રાહતો છતાં કોર્પોરેટ ક્ષેત્રની નાણાંકીય તંદુરસ્તી ખરડાઈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 9 February 2020

અનેક રાહતો છતાં કોર્પોરેટ ક્ષેત્રની નાણાંકીય તંદુરસ્તી ખરડાઈ


ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ નવમાસ દરમિયાન ડેટના (દેવા) મુદ્દાને લઇને દરેક ૧૦૦ અપગ્રેડ સામે ૧૮૩ ડાઉનગ્રેડ જોવા મળ્યા હતા. આમ, ચાલુ નાણાં વર્ષમાં ડાઉનગ્રેડ-અપગ્રેડનો રેશિયો માત્ર ૦.૯૬ રહેવા પામ્યો છે

તરલતાની ખેંચ, માંગમાં સતત ઘટાડા સહિતની અન્ય પ્રતિકૂળતાઓ પાછળ ભારતીય કોર્પોરેટ ક્ષેત્રની નાણાંકીય તંદુરસ્તી ખરડાઈ રહી છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ નવ માસના સમયગાળા દરમિયાન વિવિધ પ્રતિકૂળ પરિબળોના પગલે કોર્પોરેટ ક્ષેત્રની નાણાંકીય સ્થિતિ પર પ્રકાશ પાડતો એક રિપોર્ટ તાજેતરમાં રજૂ થયો છે. ઇન્ડિયા રેટિંગ્સ દ્વારા રજૂ થયેલ આ રિપોર્ટ પરથી એમ કહી શકાય કે ભારતીય કોર્પોરેટ ક્ષેત્રની ક્રેડિટ સ્થિતિ સંપૂર્ણપણે વણસી જવા પામી છે.

આ રિપોર્ટમાં રજૂ થયેલા ડેટા મુજબ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ નવમાસ દરમિયાન ડેટના (દેવા) મુદ્દાને લઇને દરેક ૧૦૦ અપગ્રેડ સામે ૧૮૩ ડાઉનગ્રેડ જોવા મળ્યા હતા. આમ, ચાલુ નાણાં વર્ષમાં ડાઉનગ્રેડ-અપગ્રેડનો રેશિયો માત્ર ૦.૯૬ રહેવા પામ્યો છે. આ રેશિયો નીચો ઉતરી આવવાની બીજી તરફ ડેટ ડાઉનગ્રેડનું મૂલ્ય અપગ્રેડના ત્રણ ગણા જેટલું થવા પામ્યું છે. સૂચિત સમયગાળા દરમિયાન એજન્સી દ્વારા રૂ. ૧.૫૩ લાખ કરોડના મુલ્યના રેટેડ ડેટને ડાઉનગ્રેડ કર્યું છે. તો બીજી તરફ આ ગાળા દરમિયાન રૂ. ૪૯,૬૦૦ કરોડના ડેટને અપગ્રેડ કરાયું છે.

આમ, આ આંકડા જોતા કોર્પોરેટ ક્ષેત્રની ખરડાયેલી નાણાંકીય તંદુરસ્તીનો અંદાજ આવી જાય છે. હાલ કોર્પોરેટ ક્ષેત્રના ડાઉનગ્રેડ-અપગ્રેડનો રેશિયો ૩.૦૮ની સપાટીએ છે જે તાજેતરના ભૂતકાળની સૌથી ઉંચી સપાટી છે. આ રેશિયાને ધ્યાનમાં રાખીને રેટિંગ વોલેટાલિટી એટલે કે રેટિંગની ટકાવારી પણ એક નોચ જેટલી રિવાઇઝ કરાયેલ છે.

વિવિધ પ્રતિકૂળતાઓને અને ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર દબાણ હેઠળ આવેલ છે. જેના પગલે નોમિનલ જીડીપી વૃધ્ધિ પણ દાયકાના તળિયે ઉતરી આવેલ છે. બેકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી સરપ્લસ લગભગ રૂ. ૩.૬ લાખ કરોડ જેટલી છે. વિવિધ નેગેટિવ પરિબળોના કારણે બોરોઅરની ક્રેડિટ પ્રોફાઇલ કથળવાના કારણે બેંકો ધિરાણ કરવા તૈયાર નથી.સૂચિત સમયગાળા દરમિયાન ૨૦ ઇશ્યુમાંથી અંદાજે એક ડિફોલ્ટ થયું હતું. પ્રર્વતમાન સ્થિતિને કારણે આ સમય દરમિયાન એજન્સીના રેટિંગના અંદાજે ૧૩ ટકા નેગેટિવ આઉટલુક હતા. જે અગાઉ માત્ર ૬ ટકા હતા.

આમ, આ આંકડા જોતા એ બાબત પૂરવાર થાય છે કે ભારતીય કોર્પોરેટ ક્ષેત્રની ક્રેડિટ સ્થિતિ વણસી જવા પામી છે. સરકાર દ્વારા કોર્પોરેટ ક્ષેત્ર માટે અનેક જાહેરાતો કરાઈ હોવા છતાં તેમની કથળેલી નાણાંકીય તંદુરસ્તીમાં ખાસ કોઈ સુધારો જોવા મળ્યો નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3br3DJp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages