કડીના થોળ અભ્યારણ્યમાં દેશ-વિદેશના 40 હજાર પક્ષીઓનો મેળાવડો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 9 February 2020

કડીના થોળ અભ્યારણ્યમાં દેશ-વિદેશના 40 હજાર પક્ષીઓનો મેળાવડો

મહેસાણા, તા. 09 ફેબ્રુઆરી 2020, રવિવાર

કડી તાલુકાનું થોળ તળાવ પક્ષી અભ્યારણ્ય તરીકે દેશ વિદેશમાં જાણીતું છે અને દેશ અને દુનિયાના પક્ષીઓના  હૃદયમાં થોળ પક્ષી અભ્યારણ્ય વિશેષ ધ્યાન ધરાવે છે. આ અભ્યારણ્ય ખાતે બે વર્ષ બાદ પક્ષી ગણતરીનો આરંભ કરવામાં આવ્યો હતો. બે દિવસ ચાલેલી આ ગણતરીમાં મુલાકાતીઓ ઉપર પ્રવેશબંધી કરવામાં આવી હતી. વન ખાતાના સૂત્રોએ જણાવ્યું કે દેશ વિદેશના ૪૦ હજારથી વધુ પક્ષીઓની ગણતરી થઈ ગઈ છે. ગયા વર્ષે પણ ૪૦ હજારની આસપાસ પક્ષીઓ નોંધાયા હતા. આ વર્ષે નવી બાબત એ છે કે વિદેશી પક્ષીની સંખ્યાઓ વધી છે, હવે તેમના માટે અનુકૂળ વાતાવરણ થોળ અભ્યારણ્ય પુરું પાડે છે. 

થોળ ૬.૯૯ ચોરસ કિ.મી.ના અભ્યારણ્યને જુદા જુદા ૮ ઝોનમાં વિભાજીત કરી ગણતરી કરવામાં આવી હતી. આશરે ૩૨ જેટલા પક્ષીવિદો  ગણતરીમાં જોડાયેલી ગણતરીમાં સરળતા રહે તે માટે અભ્યારણ્યને કુલ ૮ વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું હતું. પ્રત્યેક વિભાગમાં ૪ પક્ષીવિદો દ્વારા ડાયરેક્ટ સાઈટીંગ પધ્ધતિથી પક્ષીઓની ઓળખ અને ગણતરી કરવામાં આવી હતી.

શિયાળાની ઋતુમાં થોળ ખાતે દેશ વિદેશના હજારો પક્ષીઓ આવતા હોય છે. જેનો નજારો માણવા માટે હજારો લોકો થોળ ખાતે રોજબરોજ મુલાકાત લેતા હોય છે. પરંતુ શનિવાર અને રવિવારના રોજ ડાયરેક્ટ સાઈટીંગ પધ્ધતિથી બે વર્ષ બાદ પક્ષી ગણતરી યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત  રાજ્ય વર્લ્ડ વાઈલ્ડ લાઈફ વોર્ડન ગાંધીનગર દ્વારા સ્થાનિક આરએફઓ ને પુરતો સહયોગ આપવા જણાવ્યું હતું. પક્ષીવિદોએ પોતાના ઝોન પ્રમાણે પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. જેમાં શનિવારના રોજ બપોરે ૩ થી ૭ ના  સમયમાં ક્રમશઃ ઉતરતા પક્ષીઓના ઝુંડની ગણતરી કરી હતી અને રવિવારના રોજ સવારના સૂર્યોદય પહેલા ૮.૩૦ થી ૧૦ વાગ્યાના સમયમાં પક્ષી ગણતરી કરી હતી. આમ બે તબક્કામાં પક્ષી ગણતરી કરવામાં આવી હતી.

કેવી રીતે થઈ પક્ષી ગણતરી ?

થોળ પક્ષી અભ્યારણ્ય ખાતે મોટાભાગના પક્ષીઓ રાત્રી રોકાણ કરતા હોય છે. જેમાં ડાયરેક્ટ સાઈટિંગ પધ્ધતિથી પક્ષી ગણતરી કરવામાં આવી હતી. શનિવારે બપોરે ૩ થી ૭ ના સમયમાં થોળ ખાતે પક્ષી અભ્યારણ્યમાં આવતા પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ રવિવારે સૂર્યોદય પહેલા રાત્રી રોકામ બાદ સવારે ખોરાકની શોધમાં નીકળેલા પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી.

વન વિભાગનું પત્રકારો સાથે ઓરમાયું વર્તન

થોળ ખાતે વાઈલ્ડ લાઈફના અધિકારીઓએ પક્ષી ગણતરીની કોઈ માહિતી પત્રકારોને આપી નહોતી. પત્રકારો થોળ ખાતે પક્ષી ગણતરીની માહિતી લેવા જતા અધિકારીઓ દ્વારા વહીવટી કામમાં વિક્ષેપનું ગતકડું રજુ કરી પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. 

સ્થાનિક પક્ષી પ્રેમીઓને ન બોલાવાયા

બે દિવસીય યોજાયેલી પક્ષી ગણતરીમાં સ્થાનિક ક્ષેત્રે કરુણા અભિયાન જેવા જુદા જુદા પક્ષી બચાવોની કામગીરીમાં જોડાયેલા પક્ષી પ્રેમીોને ગણતરીમાં ના બોલાવતા સ્થાનિક પક્ષી પ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31H9SUE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages