યુવતિ સાથે બળજબરી પૂર્વક મૈત્રિ કરાર કરી બળાત્કાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 9 February 2020

યુવતિ સાથે બળજબરી પૂર્વક મૈત્રિ કરાર કરી બળાત્કાર

મહેસાણા,તા.09 ફેબ્રુઆરી 2020, રવિવાર

મહેસાણામાંથી યુવતિને ભગાડી  પાટણ ખાતે મૈત્રિ કરાર કરી તેણીને સતલાસણા ખાતે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર મચી છે. આ મામલે યુવક સહિત તેના માતા-પિતા તથા અન્ય એક શખસ મળીને ચાર સામે શહેર બીડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જિલ્લામાં દુષ્કર્મના ગુના વધી ગયા હોઈ પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઊંઝાના મક્તુપુર ગામે રહેતા પ્રતિક વિનોદ નાયક, મમતાબેન વિનોદ નાયક, વિનોદ નટવરલાલ નાયક અને ચિરાગ મનુભાઈ નાયક સામે શહેર બીડીવીઝન પોલીસ મથકમાં અપહરણ અને દુષ્કર્મનો ગુનોેનોધાવા પામ્યો છે. જેમાં આરોપી પ્રતિક નાયક તેમજ ચિરાગ નાયકે ભેગા મળીને મહેસાણામાંથી એક યુવતિને ભગાડી ગયા હતા. અને તેણીને પાટણ ખાતે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ મૈત્રિ કરાર કરી લીધા હતા.  બાદમાં પ્રતિક નાયકે ત્યાંથી તેણીને સતલાસણા ખાતે લઈ જઈ યુવતિની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ આધારે શહેર બીડીવીઝન પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે. આમ આ ઘટનામાં આરોપી પ્રતિક તેના માતા-પિતા મમતાબેન તથા વિનોદ તેમજ અન્ય એક શખસ સામે ગુનો નોંધ્યો છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SdCYYJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages