
નડિયાદ, તા.11 ફેબ્રુઆરી 2020, મંગળવાર
માઘી પૂર્ણીમાના અવસરે નડિયાદમાં ભરાતા મેળાની રંગત આજે ત્રીજા અને છેલ્લા દિવસે પણ જામેલી જોવા મળી હતી. આસપાસના ગામડાઓ અને શહેરી વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મેળામાં ઉમટી પડયા હતા.લોકોએ મેળામાં ચગડોળ અને અન્ય રાઈડ્સની મઝા માણી હતી. સાથે સાથે જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની ખરીદી કરતા નજરે પડયા હતા.
માઘી પુનમના અવસરે વડામથક નડિયાદમાં જામેલા ત્રિદિવસીય લોક મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. મેળામાં ચગડોળ, રાઈડ્સ, મોતનો કુવા તેમજ પાથરણાવાળા, સ્ટોલવાળા અને ખાણી-પીણીની લારીઓવાળાઓને સારી ઘરાકી થઇ હોવાનું જણાવ્યું હતું. આ લોકમેળામાં ચગડોળ, રાઈડ્સ, મોતનો કુવો જેવી અનેક વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.મેળામાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડયા હતા. નવા બસ સ્ટેન્ડથી લઈ સંતરામ મંદિર અને માર્ગ, ત્યાંથી ડુમરાલ બજાર દરવાજા અને ત્યાંથી લઈ પારસ સર્કલ સુધી પાથરણાવાળા અને વિવિધ સ્ટોલવાળા આજે પણ બેઠેલા હોઇ આ મેઇન રોડ આજે પણ નગરજનો માટે બંધ રહ્યો હતો.
નડિયાદ ઉપરાંત જિલ્લાના અને રાજ્ય સહિત દેશ-વિદેશના લોકો નડિયાદના મેળાની મઝા માણવા માટે આવી પહોંચ્યા હતા. ત્રિદિવસીય આ મેળો સંતરામ મંદિરના પ્રાંગણમાં, ચેતક ગ્રાઉન્ડમાં, બાસુદી પબ્લિક હાઈસ્કુલના મેદાન અને ઇપ્કોવાલા હોલ મેદાનમાં જામ્યો છે. આ વર્ષે મેળામાં સારો વેપાર થયો હોવાનું દુકાનદારો, સ્ટોલવાળાઓ, ચકડોળવાળાઓ તથા પાથરણાવાળા જણાવતા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39wl4q9
No comments:
Post a Comment