
ગાંધીનગર,તા.05 ફેબ્રુઆરી 2020 બુધવાર
માતા-પિતા મુકબધીર હોવા ઉપરાંત તેમની ચાર વર્ષ અને બે વર્ષની બન્ને દિકરીઓ પણ જન્મથી જ કાંઇ સાંભળી નહીં શક્તી હોવાની તકલીફ સાથે ગાંધીનગર સિવિલ આવ્યા હતા અહીં જરૂરી ટેસ્ટ કરીને આ બન્ને બહેનોનું કોકલીયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન નિષ્ણાંત ડોક્ટરે કર્યું છે ત્યારે હવે બન્ને બહેનાના માતા-પિતા મુકબધીર હોવાને કારણે તેમને સ્પિચ થેરાપી આપવી ખુબ જ મુશ્કેલ પડશે તેમ પણ ડોક્ટરોનું માનવું છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોકલીયર ઇમ્પ્લાન્ટની સર્જરીના ખાસ આપરેશન થાય છે ત્યારે રાજ્ય જ નહીં દેશના વિવિધ પ્રાંતમાંથી અહીંના ડોક્ટર પાસે દર્દીઓ નિ:શુલ્ક સર્જરી કરવા આવતા હોય છે ત્યારે તાજેતરમાં અજીબોગરીબ કહેવાતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગર સિવિલમાં ૫૦૦થી વધુ ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે અને જન્મથી નહીં બોલી શક્તા એક હજાર બાળકો પણ જોવામાં આવ્યા હશે તે વચ્ચે માતા-પિતા બન્ને મુકબધીર હોય અને તેમના બન્ને સંતાનો પણ જન્મથી બોલી નહીં શકવાની તકલીફથી પિડાતા હોય તેવો હિંમતનગરનો કેસ સામે આવ્યો હતો.
આ મુસ્લીમ સમાજના માતા-પિતા અને પરિવારજનોનું કાઉન્સલિંગ કરીને ડો.નિરજ સુરી અને તેમની ટીમે ચાર વર્ષની ખદીજા અને બે વર્ષની બુસરાના વિવિધ ટેસ્ટ કરાવ્યા હતા. જે થઇ ગયા બાદ બે દિવસ પહેલા બન્ને બહેનોનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક-એક કલાકની સર્જરી કરીને તેમનામાં કોકલીયર ઇમ્પ્લાન્ટ ફીટ કરવામાં આવ્યા છે. હાલ બન્ને બહેનોને આ ઇમ્પ્લાન્ટ તો ફીટ થઇ ગયા છે સામાન્ય રીતે તે ફીટ કર્યા બાદ આ જગ્યાએ રૂજ આવ્યા બાદ તે સ્વિચઓન કરવામાં આવતું હોય છે ત્યાર બાદ બાળકની ગ્રાસ્પીંગ પાવરની કેપેસીટી પ્રમાણે તેને સ્પિચ થેરાપીના કોર્ષ કરાવવામાં આવે છે.
જેમાં તે થોડું સાંભળતા અને સામેવાળાના હોઠની મુવમેન્ટથી થોડુ સમજતા શીખી જાય છે. તેનામાં કોકલીયર ઇમ્પ્લાન્ટની મદદથી શ્રવણ શક્તિ મળ્યા બાદ તે તબક્કાવાર બોલતા પણ શીખતા હોય છે પરંતુ આ બન્ને ખદીજા અને બુસરા બહેનોના માતા-પિતા પણ મુકબધીર છે તેવી સ્થિતિમાં તેમને ઘરે સ્પિચ થેરાપી થવી ખુબ મુશ્કેલ છે તેથી તેમને આ માટે બહાર ખાસ પ્રકારના કોર્ષ કરવા પડશે ત્યારે બન્ને બહેનો સાંભળતી અને બોલતી થઇ શકશે.
દરેક ન્યુબોર્ન બેબીનો હિયરીંગ ટેસ્ટ થવો જોઇએ
ગાંધીનગર,તા.05 ફેબ્રુઆરી 2020 બુધવાર
જન્મથી બહેરાશની તકલીફવાળા બાળકોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે તેવી સ્થિતિમાં જો બે વર્ષ સુધીમાં આવા બાળકમાં કોકલીયર ઇમ્પ્લાન્ટ ફીટ કરવામાં આવે તો તે સરળતાથી સાંભળી શકે છે પરંતુ જેમ જેમ તેની ઉંમર મોટી થાય પછી આ ઇમ્પ્લાન્ટ ફીટ કરવામાં આવે તો તેના પરિણામ મળવામાં ખુબ જ સમય લાગતો હોય છે ત્યારે દરેક સરકારી હોસ્પિટલોમાં ન્યુબોર્ન બેબીનો હિયરીંગ ટેસ્ટ થાય તેવી સગવડતા ઉભા કરવામાં આવે તો ઘણા બાળદર્દીઓ શરૂઆતના સ્ટેજમાં જ શોધી શકાય તેમ કાન,નાક, ગળાના રોગના નિષ્ણાંત ડો. નિરજ સુરીએ કહ્યું હતું આ માટે તેમણે સરકારના આરોગ્ય વિભાગમાં પણ દરખાસ્ત કરી છે અને તમામ જિલ્લા હોસ્પિટલો અથવા મેડિકલ કોલેજોમાં આ સામાન્ય મશીનથી બહેરાશ શોધી શકાય તો ઇમ્પ્લાન્ટ થકી બાળકને શ્રવણશક્તિની ભેટ પણ આપી શકાય.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UvE7fJ
No comments:
Post a Comment