
ગાંધીનગર, તા.05 ફેબ્રુઆરી 2020 બુધવાર
ચોરીના બાઈક સાથે રીઢા વાહનચોરને ઝડપી પાડયો હતો અને તેની પુછપરછમાં આઠ જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. અગાઉ પણ આ વાહનચોર ૩૩ વાહનચોરીના ગુનામાં સે-૭ પોલીસના હાથે જ ઝડપાઈ ચુકયો હતો અને જામીન મળ્યા બાદ તેણે ફરીથી વાહનચોરી શરૂ કરી દીધી હતી.જામીન મળ્યા બાદ ફરીથી વાહનચોરીના રવાડે ચઢી ગયો હતો:સે-૭ પોલીસની ટીમે સે-૮માંથી પકડયોરાજયના પાટનગર ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વાહનચોરીના બનાવો વધી રહયા છે ત્યારે તેને ઉકેલવા માટે પણ પોલીસ મથી રહી છે.
જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પણ સંબંધિત પોલીસ મથકોને તેમના વિસ્તારમાં અસરકારક પેટ્રોલીંગ કરી અગાઉ બનેલા આવા ચોરીના ગુનાઓ ઉકેલવા અને વધુ બનાવ ના બને તે માટે કામગીરી કરવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને સે-૭ પોલીસ ઈન્સ્પેકટર જે.એચ.સિંધવે પણ સ્ટાફના માણસોને આ દિશામાં કાર્યરત રહેવા સુચના આપી હતી.
જેને પગલે સર્વેલન્સ સ્કવોડની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.મહાવીરસિંહ રાણાને બાતમી મળી હતી કે અગાઉ ચોરીના ગુનામાં ઝડપાયેલો પ્રાંતિજના રાસલોડ ગામનો સંજય ઉર્ફે લાલો જગદીશભાઈ બજાણીયા સે-૮માં ચોરીના બાઈક સાથે ઉભો છે જે બાતમીના આધારે તેને ઝડપી પાડયો હતો અને પોલીસ મથકે લાવી તેની પુછપરછ કરી હતી. જેમાં તેણે તાજેતરમાં જ મહેસાણા, ગાંધીનગરમાંથી ચાર બાઈક, ત્રણ રીક્ષા અને એક છોટા હાથીની ચોરી કર્યાની કબુલાત કરતાં પોલીસે પ.૩૭ લાખના આઠ વાહનો કબ્જે કર્યા હતા.
વાહનો ચોર્યા બાદ તેને તે અલગ અલગ સ્થળે મુકી રાખતો હતો. એટલું જ નહીં ગત જુલાઈ મહિનામાં જ સે-૭ પોલીસે તેને ૩૩ જેટલા વાહનચોરીના ગુનામાં ઝડપી પાડયો હતો અને તેને રેગ્યુલર જામીન મળ્યા હતા. જામીન મળતાં તે ફરી ચોરીના રવાડે ચઢી ગયો હતો અને વાહનચોરીને અંજામ આપતો હતો. અગાઉ પણ પ્રાંતિજ વિસ્તારમાંથી ર૩ જેટલા વાહનચોરીના ગુનામાં ઝડપાયો હતો ત્યારે પોલીસે રીમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2txmVLU
No comments:
Post a Comment