ગાંધીનગરના ક-રોડને સંપુર્ણ છ માર્ગીય કરવામાં આવશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 5 February 2020

ગાંધીનગરના ક-રોડને સંપુર્ણ છ માર્ગીય કરવામાં આવશે


ગાંધીનગર,તા.05 ફેબ્રુઆરી 2020 બુધવાર

સ્માર્ટસીટી અંતર્ગત ગાંધીનગરમાં માર્ગ સુધારણાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. માર્ગ - મકાન વિભાગ ઉપરાંત કોર્પોરેશન મારફતે પણ રોડ - રસ્તા અંગે ગ્રાન્ટ મળી રહી છે જ્યારે દિવસ - રાત ભારે વાહનોથી ધમધમતા ક રોડને સંપુર્ણ સિકસલેન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે ઘ-પ થી ક-પ સુધીના આડા માર્ગને પણ છ માર્ગીય બનાવવામાં આવશે. સંપુર્ણ પ્રોજેક્ટ પાછળ આઠ કરોડ રૂપિયાનો ખર્ચો અંદાજવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેરમાં ઘણા વખત બાદ ઘ અને ચ માર્ગ સિવાયના અન્ય માર્ગોની સુધારણા કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના નવા જુના સેક્ટરોમાં માર્ગ સુધારણા કામો ઘણા સમયથી બાકી છે ત્યારે એક વર્ષથી મંજુર થયેલા નવા સેક્ટરોના રસ્તાની કામગીરી આખરે શરૂ કરવામાં આવી છે. જેમાં સેક્ટર-૬ થી ૮ના માર્ગો બનાવવામાં આવશે.

જ્યારે નગરના ક માર્ગને પણ ખ માર્ગની જેમ સિક્સલેન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે ક-૦ થી ક-૭ સુધીના માર્ગને સંપૂર્ણ છ માર્ગીય બનાવવામાં આવશે. દિવસ રાત ભારે વાહનોથી ધમધમતા આ માર્ગ ઉપર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે આ માર્ગ પહોળા કરવાની તાતી જરૂરીયાત ઉભી થઇ છે. સ્થાનિકો અને ખાસ કરીને વાવોલના રહિશો દ્વારા આ માર્ગને પહોળા કરવા વારંવાર રજૂઆત કરી હતી. જેને લઇને ક - ૦ થી ક - ૭ સુધીના માર્ગને પહોળો કરવામાં આવશે.

જે માટેની કામગીરી આગામી દિવસોમાં શરૂ પણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત ઘ-૫ થી ક-૫ વચ્ચેના માર્ગને પણ સિક્સલેન કરવામાં આવશે. આ કામગીરી પાછળ આઠ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. શહેરના ખ-માર્ગ બાદ ગ-માર્ગ અને ત્યારબાદ ક માર્ગને પણ હવે સિક્સલેન બનાવવામાં આવશે. આ ઉપરાંત પાંચ નંબરના રોડને કે જ્યાં ટ્રાફિકનું ભારણ વધુ રહે તે તેને પણ સિકસલેન કરાશે. તો નગરના સેક્ટરોના રીંગરોડને ફોરલેન બનાવવા ઉપરાંત સેક્ટરોના એપ્રોચ રોડને ફોરટ્રેક કરવામાં આવશે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2v5Jisg

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages