
મુંબઇ, તા.14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
વર્સોવા-ઘાટકોપર મેટ્રો મુંબઇની એક માત્ર કાર્યાન્વિત મેટ્રો લાઇન છે. એને વારંવાર મુસાફરોની એવી ફરિયાદ મળે છે કે ટ્રેનના કોચીસમાં એસી ચાલતા નથી. પેસેંજરો લગભગ રોજ પિક અવર્સ દરમ્યાન ટ્વીટર પર એવા મેસેજ મુકે છે કે મેટ્રોમાં બફારો થાય છે, ગરમીથી લોકો બેભાન થવાની તૈયારીમાં અને એસી બંધ કરી દેવાયુ છે.
મેટ્રોમાં રોજ મરોલ સુધી પ્રવાસી કરતા અંધેરીના રહેવાસી કરણ જોટવાની કહે છે કે પરિસ્થિતિ ખરેખર ભયજનક છે. 'પિક અવર્સમાં જ્યારે કોચીસ મુસાફરોથી હકડેઠઠ ઉભરાતા હોય છે ત્યારે બજુ જ બફારો થાય છે. કોચમાં વેન્ટિલેશન બહુ જ કંગાળ હોય છે અને એથી અંદરનું તાપમાન અસામાન્ય ઉંચુ રહે છે, એવી ફરિયાદ એમણે કરી હતી.
વર્સોવા -ઘાટકોપર મેટ્રોમાં રોજ લગભગ ૪.૫ લાખ લોકો મુસાફરી કરે છે. એનું સંચાલન કરતી કંપની મુંબઇ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડ (એમએમઓપીએલ)એ એવો ખુલાસો કર્યો હતો કે પિક અવર્સમાં પણ કોચના એસી બંધ નથી કરાતા. કમ્પાર્ટમેન્ટમાં કાયમ ૨૨ થી ૨૫ ડીગ્રી સેલ્સિયસની રેન્જમાં તાપમાન રાખાય છે.
તો પછી જુઠું કોણ બોલે છે ? કોઇ નહિં મેટ્રોના અધિકારીઓએ વિગતવાર એવી સમજ આપી હતી કે ટ્રેનોમાં એસીનું નિયંત્રણ કરતા ઓટોમેટિક સેટિંગ્સ તાપમાન ઘટીને જેવું ૨૨ ડિગ્રી સેલ્સિયસ થઇ જાય એટલે તુરત કુલિંગ બંધ કરી દે છે અને વેન્ટિલેશન ચાલુ રહેવા દે છે. બીજી તરફ તાપમાન જેવું ૨૫ ડિગ્રી થઇ જાય એટલે તુરત કુલિંગ આપમેળે ચાલુ થઇ જાય છે. પિકઅવર્સમાં કોચીસ મુસાફરોથી ખીચોખીચ ભરેલા હોય છે. ત્યારે દેખીતી રીતે જ પેસેંજરોને તાપમાનમાં ઓચિંતી થતી વધઘટનો અનુભવ થતો હશે.
હવે એમએમઓપીએલ મુસાફરોને એવી સલાહ આપી છે કે તમને જેવો બફારો થાય કે તરત કમ્પાર્ટમેન્ટમાંના પેસેંજર ઇમરજંસી કોમ્યુનિકેશન યુનિટનો ઉપયોગ કરી ટ્રેનના ડ્રાઇવર સાથે વાત કરો. વર્સોવા- ઘાટકોપર લાઇનની દરેક મેટ્રો ટ્રેનમાંના જોડિયા ૧૪ ટનના એસી યુનિટ્સ દેશના સૌથી પાવરફુલ એસી છે. અમારું સરેરાશ વાર્ષિક ઇલેકટ્રીસિટી બિલ રૂા.૩૭ કરોડની આસપાસ આવે છે. મુખ્યત્વે એસી સિસ્ટમને લીધે આટલું મોટું બિલ આવે છે એમએમઓપીએલના એક સિનીયર અધિકારીએ જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OVCpkx
No comments:
Post a Comment