
મુંબઇ તા.14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
દુકાનના ટ્રાયલ રુમમાં મોબાઇલનો કેમેરા 'ઓન મોડ પર ગોઠવી કપડા બદલવા આવતી મહિલાઓનું ચિત્રીકરણ કરનાર ટેલરની ઓશિવરા પોલીસે તાજેતરમાં ધરપકડ કરી હતી. પોલીસે આરોપી ટેલર હુસેન (૩૭)ની વિવિધ કલમો હેઠળ ધરપકડ કર્યા બાદ તેના ફોનની તપાસ કરવામાં આવતા બે મહિલાના કપડા બદલતા હોવાના રેકોર્ડીંગ મળી આવ્યા હતા.
પ્રાપ્ત વિગતાનુસાર રવિવારના બપોરે હુસેનની લોખંડવાલા સ્થિત શોપમાં એક મહિલા ગ્રાહક કપડાની ડિલીવરી લેવા આવી હતી. કપડાની ફિટીંગ ચેક કરવા આ મહિલા જ્યારે ટ્રાયલ રૂમમાં ગઇ ત્યારે તેને શેલ્ફપર પ્લાસ્ટિકની બેગમાં મૂકેલી વસ્તુ નજરે પડી. જીજ્ઞાાશાવશ તેણે આ બેગ ખોલીને જોતા તેમાથી એક મોબાઇલ ફોન મળી આવ્યો જેનો વિડિયો રેકોર્ડીંગ મોડ 'ઓન' હોવાનું જણાવ્યું હતું. તે તરત જ ટ્રાયલરુમમાંથી બહાર દોડી આવી હતી અને આ બાબતની પૃચ્છા કરી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
ગણતરીની મિનિટોમાં ઓશિવરા પોલીસની એક ટીમ હુસેનની શોપમાં પહોંચી ગઇ અને ટ્રાયલ રૂમમાંથી મોબાઇલ જપ્ત કર્યો હતો. આ મોબાઇલની તપાસ કરતા તેમાથી બે મહિલાઓના વીડિયો મળી આવ્યા હતા. પોલીસની તપાસમાં શરૂઆતમાં હુસેને સહકાર આપ્યો નહોતો પણ ત્યારબાદ તેની સઘન પૂછપરછ કરવામાં આવતા તે તૂટી પડયો હતો અને તેનો ગુનો કબૂલી લીધો હતો. હુસેનનો ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
હુસેન સામે પોલીસે આઇપીસીની કલમ ૩૫૪સી હેઠળ ગુનો દાખલ કરી તેને કોર્ટમાં હાજૂ કરતા તેને અધાલતી કસ્ટડી ફટકારવામાં આવી. જોકે તે બેલ પર છૂટી ગયો હતો અને ફરીથી તેની શોપ શરૂ કરી હતી પણ મનસેના સ્થાનિક નેતાઓ ત્યાં પહોંચી ગયા હતા અને તેની દુકાન બંધ કરાવી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2u4tBS8
No comments:
Post a Comment