
ગાંધીનગર,તા.13 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
ગાંધીનગર શહેરના સેક્ટર-૩ અને ન્યુની વચ્ચે આવેલાં માર્ગ નં.૧ને ચકચકિત કરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ માર્ગનું નવિનીકરણ થોડા સમય અગાઉ કરવામાં આવ્યું હતું. આમ ટુંકાગાળામાં માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. તેની સામે અનેક સવાલ ઉભા થાય છે. એક તરફ સેક્ટરના આંતરિક માર્ગો બિસ્માર બની ગયાં છે. તેનું નવિનીકરણ કરવામાં આવતું નથી. જેની સામે સ્થાનિકોમાં રોષ ઉભો થયો છે.
રાજ્યના પાટનગરમાં અવાર નવાર તંત્ર દ્વારા મુખ્યમાર્ગોના નવિનીકરણની કામગીરી કરવામાં આવે છે. શહેરમાં યોજાતી વિવિધ ઇવેન્ટો વખતે વીઆઇપીઓની અવર જવરના કારણે માર્ગોનું સમારકામ કરવામાં આવે છે પરંતુ સેક્ટરોમાં આવેલાં આંતરિક માર્ગો જે અત્યંત બિસ્માર થઇ જવા છતાં તેના નવિનીકરણની કોઇ કામગીરી કરવામાં આવતી ન હોવાના કારણે સ્થાનિક રહિશોને અવર જવર કરવામાં પણ હેરાન પરેશાન થવું પડે છે તો ઘણી વખતે અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે. ત્યારે સેક્ટર-૩ અને ન્યુની વચ્ચે આવેલાં માર્ગ નં.૧ ઉપર તંત્ર દ્વારા હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માર્ગનું નવિનીકરણ થોડા સમય અગાઉ જ કરવામાં આવ્યું હતું.
ટુંકાગાળામાં જ જે પ્રકારે તંત્ર દ્વારા માર્ગને નવો બનાવવાનું શરૂ કર્યું છે તેની સામે અનેક સવાલ ઉભા થાય છે. સેક્ટરોમાં આવેલાં ઉબડ-ખાબડ અને બિસ્માર બનેલાં માર્ગોનું નવિનીકરણ થાય તે માટે કોઇ આયોજન હાથ ધરવામાં આવતું નથી ત્યારે જે માર્ગ ચકચકીત છે તેના ઉપર જે કામગીરી થઇ રહી છે તેની સામે સ્થાનિક રહિશોએ પણ રોષ પ્રગટ કર્યો છે. આમ સેક્ટરોના આંતરિક માર્ગોનું નવિનીકરણ કરવામાં આવે તે માટે અવાર નવાર રજૂઆતો કરવા છતાં કોઇ કામગીરી કરવામાં આવતી નથી જેથી તંત્રની ભેદભાવભરી નીતિ સામે પણ વિરોધ પ્રગટ કરી રહ્યાં છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vspH5U
No comments:
Post a Comment