સબ માઈનોર કેનાલ ઓવરફલો થતાં લાખો લિટર પાણી ખેતરોમાં ઘૂસી ગયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 13 February 2020

સબ માઈનોર કેનાલ ઓવરફલો થતાં લાખો લિટર પાણી ખેતરોમાં ઘૂસી ગયું


નડિયાદ, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરુવાર

ગળતેશ્વર તાલુકાના ડાભસર આડબંધથી નિકળી રાસ્કાવિયર જતી શેઢી શાખા સબ માઇનોર કેનાલમાં લાખો લીટર પાણી વેસ્ટેજ થઇ રહ્યુ છે.છેલ્લા એક અઠવાડિયાથી આ રીતે પાણીનો બગાડ થઇ રહ્યો હાવાથી સ્થાનિક ખેડૂતો રોષે ભરાયા છે. આ નકામા વહી જતા પાણીને અટકાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

તાલુકાના ડાભસર આડબંધ થી નિકળી રાસ્કા વિયર જતી સબ માઇનોરની શેઢી શાખાનુ પાણી ખેડુતોને પીયત માટે આપવામાં આવે છે. મુખ્ય કેનાલમાંથી નીકળતું આ પાણી ઠાસરા-ફેરકુવા કોસમ ના ખેડુતો માટે અમૃતસમાન છે.

 આ પાણી હાલ ઠાસરાથી ફેરકુવા ગામ તરફ જવાના માર્ગે આવેલ સરકારી આઇ.ટી.આઇના કાંસમાંથી વહી રહ્યુ છે.પરંતુ છેલ્લાં કેટલાંય દિવસોથી આ પાણી નજીકમાં આવેલ કાંસ અને નીલગીરીના ખેતરોમાં થી ઓવરફલો થઇ રહ્યુ છે.

શેઢી શાખા મુખ્ય નહેરનુ સબમાઇનોર તેની તપાસ સબ માઇનોર નં-૨ ના  લાઇનમેન કે સુપરવાઇઝર દ્વારા કરવામાં આવતી ન હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.

હાલ ખેડુતોને ઘઉંની સિઝન ચાલી રહી છે.ત્યારે મુખ્ય ઠાસરા ફેરકુવા થી આગળના ખેડુતો સુધી પાણી પહોચી શકતુ ન હોવાનુ સ્થાનિક ખેડુતો જણાવી રહ્યા છે.બધુ જ પાણી નહેરની બાજુના કાંસ તરફ વળી રહ્યુ છે.

સબમાઇનોર નં-૨ ની સંભાળ રાખવા માટે કોઇ વ્યક્તિ ન હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.જેથી ખેડુતોના ખેતરોમાં પાણી જતુ નથી,પરંતુ લાખો લીટર પાણી કાંસમાં નકામુ વહી રહ્યુ હોવા છતા આ સબમાઇનોરના દેખરેખ રાખનાર કારકુન કે સુપરવાઇઝર જોવા આવતા ન હોવાનું  સ્થાનિકો રોષપૂર્વક જણાવી રહ્યા છે.છેલ્લા ચાર-પાંચ દિવસથી સબમાઇનોર નં-૨ તુટી ગઇ છે,અને પાણી વહી જતા આજુબાજુના કાંસ ઉભરાઇ ગયા છે.

આ અંગે સબમાઇનોર રીપેર કરી ખેડુતોને પાણી પહોચાડવામાં આવે,લાખો લીટર વહી રહેલ પાણી તુરંત બંધ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક ખેડુતો કરી રહ્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tUqcFe

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages